Ahmedabadમાં એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે 65 લાખની લૂંટ થઈ

લો ગાર્ડન વિસ્તારમાં એલિસબ્રીજ જીમખાના પાસે બની લૂંટની ઘટના રિક્ષામાં બેસેલા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી લૂંટ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ અમદાવાદના એલિસબ્રીજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસે લૂંટની ઘટના બની હતી,જેમાં કર્મચારી 65 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી,જેના કારણે ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગોંડલમાં 5 દિવસ પહેલા થઈ લૂંટ ગોંડલના પ્રાચીન આશાપુરા માતાજીનાં મંદિરમાં ત્રાટકેલી લૂંટારૂ ટોળકી ચોકીદારને બંધક બનાવી રૂ. 3.15 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની રાત્રે જ મેટોડામાં એક દંપતિ પર હુમલો કરી લૂંટ ચલાવાતા સ્થાનિક પોલીસ સાથે એલસીબીએ તપાસમાં ઝૂકાવ્યું છે. બંને ઘટનામાં એક જ લૂંટારૂ ટોળકી સંડોવાયેલી છે કે અલગ અલગ તે બાબતે પોલીસ હજુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. 16 જૂનના રોજ અમદાવાદ લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નિકળ્યો અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ધર્મ ઠક્કરની જ અટકાયત કરીને તપાસ શરુ કરી હતું.આરોપી ધર્મ ઠક્કરને આર્થિક સંકડામણ હોવાને લઈ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 17 વર્ષ પહેલા લૂંટનો આરોપી ઝડપાયો આજથી 17 વર્ષ પહેલા ચાંદખેડામાં આવેલા એક જ્વેલર્સમાં 15 લુંટારૂઓ એક સાથે ત્રાટક્યા હતા. દુકાનમાં પ્રવેશ કરી ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ અને બાદમાં લુંટારૂઓ લાખો રૂપિયાની માલમત્તાની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં ભાગતા ફરતા આરોપીને એલસીબીએ એમપીના આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથધરી હતી.

Ahmedabadમાં એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે 65 લાખની લૂંટ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લો ગાર્ડન વિસ્તારમાં એલિસબ્રીજ જીમખાના પાસે બની લૂંટની ઘટના
  • રિક્ષામાં બેસેલા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી લૂંટ
  • સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

અમદાવાદના એલિસબ્રીજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસે લૂંટની ઘટના બની હતી,જેમાં કર્મચારી 65 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી,જેના કારણે ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગોંડલમાં 5 દિવસ પહેલા થઈ લૂંટ

ગોંડલના પ્રાચીન આશાપુરા માતાજીનાં મંદિરમાં ત્રાટકેલી લૂંટારૂ ટોળકી ચોકીદારને બંધક બનાવી રૂ. 3.15 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની રાત્રે જ મેટોડામાં એક દંપતિ પર હુમલો કરી લૂંટ ચલાવાતા સ્થાનિક પોલીસ સાથે એલસીબીએ તપાસમાં ઝૂકાવ્યું છે. બંને ઘટનામાં એક જ લૂંટારૂ ટોળકી સંડોવાયેલી છે કે અલગ અલગ તે બાબતે પોલીસ હજુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.


16 જૂનના રોજ અમદાવાદ લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નિકળ્યો

અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ધર્મ ઠક્કરની જ અટકાયત કરીને તપાસ શરુ કરી હતું.આરોપી ધર્મ ઠક્કરને આર્થિક સંકડામણ હોવાને લઈ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

17 વર્ષ પહેલા લૂંટનો આરોપી ઝડપાયો

આજથી 17 વર્ષ પહેલા ચાંદખેડામાં આવેલા એક જ્વેલર્સમાં 15 લુંટારૂઓ એક સાથે ત્રાટક્યા હતા. દુકાનમાં પ્રવેશ કરી ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ અને બાદમાં લુંટારૂઓ લાખો રૂપિયાની માલમત્તાની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં ભાગતા ફરતા આરોપીને એલસીબીએ એમપીના આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથધરી હતી.