Junagadhમાં કેશોદનું મૂળિયાસા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણુ થયુ

વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુર સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર જૂનાગઢમાં કેશોદનું મૂળિયાસા ગામ સંપર્ક વિહોણુ થયુ છે. જેમાં વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પુર આવ્યુ છે. તેમજ સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર આવ્યુ છે. તેમજ વરસાદ રોકાતા પાણી ઉતરવાના શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પુર આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ધૂમ મચાવી છે. ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. વિરામ બાદ જૂનાગઢ શહેર અને વંથલી પંથકમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદથી વંથલીના પટેલ ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અમદાવદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભરે વરસાદની આગાહી છે.

Junagadhમાં કેશોદનું મૂળિયાસા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણુ થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
  • ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં આવ્યું પુર
  • સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર

જૂનાગઢમાં કેશોદનું મૂળિયાસા ગામ સંપર્ક વિહોણુ થયુ છે. જેમાં વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પુર આવ્યુ છે. તેમજ સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર આવ્યુ છે. તેમજ વરસાદ રોકાતા પાણી ઉતરવાના શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી

રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પુર આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ધૂમ મચાવી છે. ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. વિરામ બાદ જૂનાગઢ શહેર અને વંથલી પંથકમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદથી વંથલીના પટેલ ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અમદાવદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભરે વરસાદની આગાહી છે.