Ahmedabadમાં એક જ દિવસમાં બની બે દુષ્કર્મની ઘટના, વાંચીને ચૌંકી જશો
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જાણે બાળકીઓ સલામત જ ન હોય તેમ એક બાદ એક છેડતી અને દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવોની ઘટના સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટનાએ ચક્કચાર મચાવ્યો છે. દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યુ છે. દાણીલીમડામાં 6 વર્ષની બાળકી અને સરદારનગર મા 12 વર્ષની સગીરા બની ભોગ બની છે. દાણીલીમડા પોલીસે હસન શેખ અને સરદારનગર પોલીસે વિક્રમ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના ગુજરાતના સુરેન્દ્રનગરમાં ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરા સાથે 8 નરાધમોએ દુષ્કર્મ આચરતા પોલીસ પણ દોડતી થઈ છે.પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથધરી છે ત્યારે પોલીસ પકડમાં હજી આરોપીઓ આવ્યા નથી ત્યારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં આરોપીઓ દ્રારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ દુષ્કર્મ હોટલમાં કે અવાવરૂ જગ્યા પર આચરવામાં આવ્યું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સૂત્રો તરફથી માહિતી મળી છે કે અલગ-અલગ જગ્યાએ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સગીરાની પૂછપરછ પણ કરાઈ રહી છે.સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.પોલીસે સીસીટીવીની લીધી મદદ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગુનો તો નોંધી લીધો પણ આરોપીઓને ઝડપ્યા નથી માટે પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે,જે જગ્યાએ દુષ્કર્મ આચરવામા આવ્યું તે જગ્યાની આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે,આરોપીઓ સુરેન્દ્રનગરના છે કે બહારના છે તેને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે,સગીરાનો રીપોર્ટ પણ પોલીસે કરાવ્યા છે અને તેને એફએસેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જાણે બાળકીઓ સલામત જ ન હોય તેમ એક બાદ એક છેડતી અને દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવોની ઘટના સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટનાએ ચક્કચાર મચાવ્યો છે. દાણીલીમડા અને સરદારનગરમાં સગીરા સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યુ છે. દાણીલીમડામાં 6 વર્ષની બાળકી અને સરદારનગર મા 12 વર્ષની સગીરા બની ભોગ બની છે. દાણીલીમડા પોલીસે હસન શેખ અને સરદારનગર પોલીસે વિક્રમ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના
ગુજરાતના સુરેન્દ્રનગરમાં ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરા સાથે 8 નરાધમોએ દુષ્કર્મ આચરતા પોલીસ પણ દોડતી થઈ છે.પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથધરી છે ત્યારે પોલીસ પકડમાં હજી આરોપીઓ આવ્યા નથી ત્યારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં આરોપીઓ દ્રારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ દુષ્કર્મ હોટલમાં કે અવાવરૂ જગ્યા પર આચરવામાં આવ્યું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સૂત્રો તરફથી માહિતી મળી છે કે અલગ-અલગ જગ્યાએ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સગીરાની પૂછપરછ પણ કરાઈ રહી છે.સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સીસીટીવીની લીધી મદદ
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગુનો તો નોંધી લીધો પણ આરોપીઓને ઝડપ્યા નથી માટે પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે,જે જગ્યાએ દુષ્કર્મ આચરવામા આવ્યું તે જગ્યાની આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે,આરોપીઓ સુરેન્દ્રનગરના છે કે બહારના છે તેને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે,સગીરાનો રીપોર્ટ પણ પોલીસે કરાવ્યા છે અને તેને એફએસેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.