સુરેન્દ્રનગરમાં પોલીસે રાતના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીધેલાઓનો નશો ઉતાર્યો

થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના વિવિધ સ્થળે ચેકપોસ્ટ બનાવાઈ હતી. રાતના સમયે નીકળતા દરેક શખ્સની પુછપરછ કરાતી હતી. જેમાં તા. 31મીએ રાતના સમયે નશો કરેલી હાલતમાં નીકળનાર 36 શખ્સોને ઝડપી લેવાયા હતા. આ શખ્સોએ નવા વર્ષની સવાર પોલીસ મથકના લોકઅપમાં જોઈ હતી.રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં રાતના સમયે અમુક સ્થળે નશો કરેલી હાલતમાં નીકળતા શખ્સો પોલીસના હાથે પકડાય છે. તેમાં પણ વર્ષ 2024નો આખરી દિવસ એટલે કે, 31 ડીસેમ્બરે જાણે દારૂ પીવાનો મહીમા હોય તેમ બંધાણીઓ દારૂની પાર્ટીઓ કરતા હોય છે. આથી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાના સીધા માર્ગદર્શન નીચે તા. 31મીના રોજ રાત્રે દારૂ પીધેલાઓને પકડવા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં શહેર તેમજ જિલ્લાના વીવીધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાઈ હતી. ત્યારે મંગળવારના રોજ સાંજથી જ પોલીસ આ ચેકપોસ્ટ પર તૈનાત થઈ ગઈ હતી. અને તમામ વાહનચાલકોને ઉભા રાખી તપાસ કરાતી હતી. આ ઉપરાંત તેમના વાહન પણ ચેક કરાતા હતા. આ કાર્યવાહીમાં તા. 31મીના રોજ રાત્રે પીધેલી હાલતમાં નીકળનાર 36 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેમને જે તે પોલીસ મથકના લોકઅપમાં ધકેલી દેવાયા હતા. જેના લીધે આ શખ્સોએ નવા વરસ 2025ની સવાર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જોઈ હતી.

સુરેન્દ્રનગરમાં પોલીસે રાતના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીધેલાઓનો નશો ઉતાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના વિવિધ સ્થળે ચેકપોસ્ટ બનાવાઈ હતી. રાતના સમયે નીકળતા દરેક શખ્સની પુછપરછ કરાતી હતી. જેમાં તા. 31મીએ રાતના સમયે નશો કરેલી હાલતમાં નીકળનાર 36 શખ્સોને ઝડપી લેવાયા હતા. આ શખ્સોએ નવા વર્ષની સવાર પોલીસ મથકના લોકઅપમાં જોઈ હતી.

રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં રાતના સમયે અમુક સ્થળે નશો કરેલી હાલતમાં નીકળતા શખ્સો પોલીસના હાથે પકડાય છે. તેમાં પણ વર્ષ 2024નો આખરી દિવસ એટલે કે, 31 ડીસેમ્બરે જાણે દારૂ પીવાનો મહીમા હોય તેમ બંધાણીઓ દારૂની પાર્ટીઓ કરતા હોય છે. આથી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાના સીધા માર્ગદર્શન નીચે તા. 31મીના રોજ રાત્રે દારૂ પીધેલાઓને પકડવા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં શહેર તેમજ જિલ્લાના વીવીધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાઈ હતી. ત્યારે મંગળવારના રોજ સાંજથી જ પોલીસ આ ચેકપોસ્ટ પર તૈનાત થઈ ગઈ હતી. અને તમામ વાહનચાલકોને ઉભા રાખી તપાસ કરાતી હતી. આ ઉપરાંત તેમના વાહન પણ ચેક કરાતા હતા. આ કાર્યવાહીમાં તા. 31મીના રોજ રાત્રે પીધેલી હાલતમાં નીકળનાર 36 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેમને જે તે પોલીસ મથકના લોકઅપમાં ધકેલી દેવાયા હતા. જેના લીધે આ શખ્સોએ નવા વરસ 2025ની સવાર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જોઈ હતી.