Gir Somnath: વધુ એક વખત દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

થોડા દિવસ પહેલા 700 વિઘા ગૌચર જમીન પર બુલડોઝર ફરી વળ્યુ હતુંનાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કલેકટર ડી ડી જાડેજાની નિયુક્તિ થઈ અને હવે ગાયોને ન્યાય મળ્યો છે ગીર સોમનાથમાં ફરી એક વખત તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે 700 વિઘા ગૌચર પર બુલડોઝર ફરી વળ્યુ છે. ઉભા શેરડીના પાકમાં ગોવાળોએ પોતાના પશુ ચરાવ્યા છે. ગોચરણમાં નાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત જિલ્લા કલેકટર ડીડી જાડેજાએ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયોના ગૌ ચરણ પર દબાણ કરનારા સામે કાયદાની લગામ ઉગામી છે. પહેલા ગીર ગઢડાના જુના ઉગલા ગામે 700 વિઘા ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યું તો આજે કોડીનારના દેદાની દેવળી ગામે 4 જેસીબી મશીનો સાથે તંત્રની ટીમ પહોંચી અને ગોચરણમાં નાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર સાથે ટીડીઓની ટીમ ત્રાટકી ત્યારે હવે કોડીનાર ઉના હાઉવે પરની ગોચરણની જમીનો જે એક સમયે ગાયો ચરતી એ જમીન પર દાયકાઓથી સ્થાનિક ખેડૂતોએ કબજો કર્યો હતો. જેમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર સાથે ટીડીઓની ટીમ ત્રાટકી અને શેરડીના પાકને તહસ નહસ કર્યો હતો, ત્યારે ગોવાળો ગાયો અને ભેંસો સાથે અહીં પહોંચ્યા અને શેરડીના ઉભા પાકમાં પશુઓને ચરવા પુરી દીધા હતા. કલેક્ટરની બદલી થતાં ગાયોને ન્યાય મળ્યો આ એ જ જમીનો છે જે ગાયોની હતી, જેના પર કબજો થઈ ચૂક્યો હતો અને જ્યાંથી ગાયોને હાંકી કઢાતી હતી, પરંતુ હવે સમય બદલાયો અને કલેકટર પણ, કલેકટર ડી ડી જાડેજાની નિયુક્તિ થઈ અને હવે ગાયોને ન્યાય મળ્યો છે અને તેમનો હક પણ મળ્યો છે. જોકે હજુ પણ કોડીનારના ઘાટવડ શેઢાયા સહીત જિલ્લાના મોટાભાગના ગામોમાં ગોચરણના દબાણો છે અને હવે કલેકટરનું બુલડોઝર એક પછી એક ગામમાં ફરવાના ભણકારા વાગી રહ્યા છે. ગામ લોકો માગ કરી રહ્યા છે કે ગામના ગોચરણ ફરી એક વખત ખુલ્લા થાય અને ગાયોને ફરી ચારો મળી રહે. 

Gir Somnath: વધુ એક વખત દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • થોડા દિવસ પહેલા 700 વિઘા ગૌચર જમીન પર બુલડોઝર ફરી વળ્યુ હતું
  • નાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • કલેકટર ડી ડી જાડેજાની નિયુક્તિ થઈ અને હવે ગાયોને ન્યાય મળ્યો છે

ગીર સોમનાથમાં ફરી એક વખત તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે 700 વિઘા ગૌચર પર બુલડોઝર ફરી વળ્યુ છે. ઉભા શેરડીના પાકમાં ગોવાળોએ પોતાના પશુ ચરાવ્યા છે.

ગોચરણમાં નાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત જિલ્લા કલેકટર ડીડી જાડેજાએ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયોના ગૌ ચરણ પર દબાણ કરનારા સામે કાયદાની લગામ ઉગામી છે. પહેલા ગીર ગઢડાના જુના ઉગલા ગામે 700 વિઘા ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યું તો આજે કોડીનારના દેદાની દેવળી ગામે 4 જેસીબી મશીનો સાથે તંત્રની ટીમ પહોંચી અને ગોચરણમાં નાળિયેરીના ઉભા પાકને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર સાથે ટીડીઓની ટીમ ત્રાટકી

ત્યારે હવે કોડીનાર ઉના હાઉવે પરની ગોચરણની જમીનો જે એક સમયે ગાયો ચરતી એ જમીન પર દાયકાઓથી સ્થાનિક ખેડૂતોએ કબજો કર્યો હતો. જેમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર સાથે ટીડીઓની ટીમ ત્રાટકી અને શેરડીના પાકને તહસ નહસ કર્યો હતો, ત્યારે ગોવાળો ગાયો અને ભેંસો સાથે અહીં પહોંચ્યા અને શેરડીના ઉભા પાકમાં પશુઓને ચરવા પુરી દીધા હતા.

કલેક્ટરની બદલી થતાં ગાયોને ન્યાય મળ્યો

આ એ જ જમીનો છે જે ગાયોની હતી, જેના પર કબજો થઈ ચૂક્યો હતો અને જ્યાંથી ગાયોને હાંકી કઢાતી હતી, પરંતુ હવે સમય બદલાયો અને કલેકટર પણ, કલેકટર ડી ડી જાડેજાની નિયુક્તિ થઈ અને હવે ગાયોને ન્યાય મળ્યો છે અને તેમનો હક પણ મળ્યો છે.

જોકે હજુ પણ કોડીનારના ઘાટવડ શેઢાયા સહીત જિલ્લાના મોટાભાગના ગામોમાં ગોચરણના દબાણો છે અને હવે કલેકટરનું બુલડોઝર એક પછી એક ગામમાં ફરવાના ભણકારા વાગી રહ્યા છે. ગામ લોકો માગ કરી રહ્યા છે કે ગામના ગોચરણ ફરી એક વખત ખુલ્લા થાય અને ગાયોને ફરી ચારો મળી રહે.