Ahmedabadનું જય ભોલે ગ્રુપ 5 નવેમ્બરના રોજ રામલ્લાને હનુમાન ઘંટી અર્પણ કરશે
આગામી 5 નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટી અર્પણ કરવામાં આવશે. ભગવાન શ્રીરામલ્લાના મંદિર ખાતે અર્પણ થનાર હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે 29 ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ ભાઈ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.રામના દરબારમાં અમદાવાદની ઘંટી મા અંબાના આશીર્વાદ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા આ હનુમાન ઘંટી અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામલ્લાના મંદિરે ભેટ ધરવામાં આવશે.આ ઉપરાંત જય ભોલે ગ્રુપ દ્વારા આગામી ૮ નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે નંદી ઘંટી અર્પણ કરવામાં આવશે.મંદિરના પ્રવેશ દ્વાર કે ગર્ભગૃહમાં શોભતા ઘંટ વગાડવાનો અનેરો મહિમા છે. તો આરતીમાં શંખનાદ,નગારા અને ઘંટારવ મનને અનેરી શાંતિ પ્રદાન કરી શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અનુભવ કરાવે છે. આરતી સમયે જે હાથમાં વગાડવામાં આવે છે. તે ઘંટીનું પુરાણોમાં એક શ્લોકમાં વર્ણન જોવા મળે છે,જે આ મુજબ છે "आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् । घण्टारवं करोम्यादौ देवताह्वान लाञ्छनम् ॥" જેનો અનુવાદ કંઇક આ પ્રકારે છે. "દેવોને આમંત્રિત કરવા અને દાનવોને ભગાડવા માટે, હું શરૂઆતમાં ઘંટ વગાડું છું. તે શુભતાનું પ્રતીક છે." માટીમાથી બનાવી ઘંટી આ શ્લોકનું વર્ણન ઘંટી પર કરવામાં આવ્યું છે. તેમજ ઘંટી બનાવવા માટે વેદોમાં જે મટીરીયલ નું વર્ણન છે, તે પ્રમાણેના મટીરીયલમાંથી આ ઘંટી બનાવવામાં આવી છે. જે આગામી 5 નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરને માં અંબા તરફથી જય ભોલે ગ્રુપ દ્વારા અર્પણ થવા જઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 5 નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટી અર્પણ કરવામાં આવશે. ભગવાન શ્રીરામલ્લાના મંદિર ખાતે અર્પણ થનાર હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે 29 ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ ભાઈ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
રામના દરબારમાં અમદાવાદની ઘંટી
મા અંબાના આશીર્વાદ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા આ હનુમાન ઘંટી અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામલ્લાના મંદિરે ભેટ ધરવામાં આવશે.આ ઉપરાંત જય ભોલે ગ્રુપ દ્વારા આગામી ૮ નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે નંદી ઘંટી અર્પણ કરવામાં આવશે.મંદિરના પ્રવેશ દ્વાર કે ગર્ભગૃહમાં શોભતા ઘંટ વગાડવાનો અનેરો મહિમા છે. તો આરતીમાં શંખનાદ,નગારા અને ઘંટારવ મનને અનેરી શાંતિ પ્રદાન કરી શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અનુભવ કરાવે છે. આરતી સમયે જે હાથમાં વગાડવામાં આવે છે.
તે ઘંટીનું પુરાણોમાં એક શ્લોકમાં વર્ણન જોવા મળે છે,જે આ મુજબ છે
"आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् ।
घण्टारवं करोम्यादौ देवताह्वान लाञ्छनम् ॥"
જેનો અનુવાદ કંઇક આ પ્રકારે છે.
"દેવોને આમંત્રિત કરવા અને દાનવોને ભગાડવા માટે, હું શરૂઆતમાં ઘંટ વગાડું છું. તે શુભતાનું પ્રતીક છે."
માટીમાથી બનાવી ઘંટી
આ શ્લોકનું વર્ણન ઘંટી પર કરવામાં આવ્યું છે. તેમજ ઘંટી બનાવવા માટે વેદોમાં જે મટીરીયલ નું વર્ણન છે, તે પ્રમાણેના મટીરીયલમાંથી આ ઘંટી બનાવવામાં આવી છે. જે આગામી 5 નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરને માં અંબા તરફથી જય ભોલે ગ્રુપ દ્વારા અર્પણ થવા જઈ રહી છે.