વડોદરામાં વરસાદનો વિરામ : અનેક સોસાયટીઓમાં પાણી હજી પણ ભરાયેલા
Vadodara Rain Update : વડોદરામાં રવિવારે વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રીથી વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારના છ થી બપોરે 2:00 વાગ્યા સુધી વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. જોકે ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે વડોદરાની આસપાસ આવેલા ગામોની સોસાયટીઓમાં હજી પણ પાણી ભરાયેલા છે. જેના કારણે સંખ્યાબંધ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી બાજુ આજવા સરોવરની સપાટી પણ ધીમે ધીમે ઘટી રહી છે અને વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી પાસે પહોંચ્યા બાદ હવે ધીરે ધીરે નદીનાં પાણીમાં ઘટાડો થાય છે. દરમ્યાન નદીકાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Rain Update : વડોદરામાં રવિવારે વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રીથી વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારના છ થી બપોરે 2:00 વાગ્યા સુધી વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.
જોકે ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે વડોદરાની આસપાસ આવેલા ગામોની સોસાયટીઓમાં હજી પણ પાણી ભરાયેલા છે. જેના કારણે સંખ્યાબંધ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી બાજુ આજવા સરોવરની સપાટી પણ ધીમે ધીમે ઘટી રહી છે અને વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી પાસે પહોંચ્યા બાદ હવે ધીરે ધીરે નદીનાં પાણીમાં ઘટાડો થાય છે. દરમ્યાન નદીકાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા હતા.