Ahmedabadથી દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ રદ થઈ

આઠથી વધુ ફ્લાઇટ બે કલાકથી વધુ મોડીદુબઈની ફ્લાઇટ 8 કલાકે રિશિડયુઅલ કરાતા પેસેન્જરો અકળાયા ટેકનિકલ સમસ્યાના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરાતા ફ્લાઇટો રદ થઇ છે અમદાવાદ એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની દિલ્હી, ગોવા તેમજ ઈન્ડિગોની મુંબઈ જતી ફ્લાઇટ રદ થતાં પેસેન્જરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સાથે સ્પાઈસ જેટની દુબઇની ફ્લાઇટને 8 કલાક બાદ રીશિડયુલ કરાતા પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા. આ ઉપરાંત અમદાવાદથી દિલ્હી, લખનઉ બેંગલુરુ, ભોપાલ, દીવ સહિતની ફ્લાઇટ બે કલાક મોડી ટેક ઓફ્ થતાં પેસેન્જરોને ટર્મિનલ પર રાહ જોવાનો વારો આવ્યો હતો.સ્પાઇસ જેટની સવારની 5.12 વાગ્યાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ, બપોરે 4.35 વાગે ની અમદાવાદથી ગોવાની રદ કરાઇ હતી જ્યારે ઈન્ડિગોની સાંજે 5.05 વાગ્યાની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ રદ થતા પેસેન્જરો અટવાયા હતા. આ અંગે સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ સમસ્યાના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરાતા ફ્લાઇટો રદ થઇ છે. આ અંગે મુસાફરોને વહેલા જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

Ahmedabadથી દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ રદ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આઠથી વધુ ફ્લાઇટ બે કલાકથી વધુ મોડી
  • દુબઈની ફ્લાઇટ 8 કલાકે રિશિડયુઅલ કરાતા પેસેન્જરો અકળાયા
  • ટેકનિકલ સમસ્યાના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરાતા ફ્લાઇટો રદ થઇ છે

અમદાવાદ એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની દિલ્હી, ગોવા તેમજ ઈન્ડિગોની મુંબઈ જતી ફ્લાઇટ રદ થતાં પેસેન્જરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સાથે સ્પાઈસ જેટની દુબઇની ફ્લાઇટને 8 કલાક બાદ રીશિડયુલ કરાતા પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા.

આ ઉપરાંત અમદાવાદથી દિલ્હી, લખનઉ બેંગલુરુ, ભોપાલ, દીવ સહિતની ફ્લાઇટ બે કલાક મોડી ટેક ઓફ્ થતાં પેસેન્જરોને ટર્મિનલ પર રાહ જોવાનો વારો આવ્યો હતો.સ્પાઇસ જેટની સવારની 5.12 વાગ્યાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ, બપોરે 4.35 વાગે ની અમદાવાદથી ગોવાની રદ કરાઇ હતી જ્યારે ઈન્ડિગોની સાંજે 5.05 વાગ્યાની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ રદ થતા પેસેન્જરો અટવાયા હતા. આ અંગે સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ સમસ્યાના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરાતા ફ્લાઇટો રદ થઇ છે. આ અંગે મુસાફરોને વહેલા જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.