Ahmedabad:અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હવે દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં

Sep 3, 2025 - 03:30
Ahmedabad:અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હવે દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ હવે મોંઘવારીનો માર વધારીને તેમનાં દેશનાં લોકોની કમર તોડવા બેઠા હોય તેમ લાગી રહ્યું છે. ભારત સહિત અન્ય દેશોમાંથી યુએસમાં આવી રહેલી સંખ્યા બંધ ચીજવસ્તુઓ પર તેમણે જંગી ટેરિફ લાદીને અમેરિકનોની કમર તોડી નાંખી છે. તેઓ હવે ભારત તેમજ અન્ય દેશોમાંથી લાવવામાં આવનાર દવાઓ પર 200 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છે. આનાથી ભારત તેમજ અન્ય દેશોને આર્થિક નુકસાન તો થશે જ પણ અમેરિકાની જનતાના હાલ બેહાલ થશે તે નક્કી છે. મોંઘી દાટ દવાનો ખર્ચ તો અમેરિકનોએ જ ભોગવવાનો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાએ દવાઓ પર શૂન્ય ટેક્સ લાદીને તેની આયાતની છૂટ આપી હતી પણ તાજેતરમાં યુરોપના દેશો સાથે કરવામાં આવેલી સમજૂતીમાં યુરોપથી લાવવામાં આવનાક દવા તેમજ અન્ય ચીજો પર 15 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. આને કારણે અમેરિકનોનો દવાઓ પાછળનો ખર્ચ વધશે.

ટ્રમ્પે દવા કંપનીઓ પર દવા સસ્તી કરવાનું દબાણ સર્જ્યું છે. તેમણે અનેક દવા કંપનીઓને આ માટે પત્ર લખ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ટેક્સ લગાવવામાં એક કે દોઢ વર્ષનો વિલંબ પણ થઈ શકે છે જેથી દવાનો સંગ્રહ કરી શકાય. દવા બનાવતી કંપનીઓ તેમનાં કારખાના અમેરિકામાં શિફ્ટ કરી શકે. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે જો ટેક્સ 2026 પછી લાગુ કરવામાં આવે તો તેની અસર 2027 કે 2028 સુધીમાં જોવા મળશે. આથી કંપનીઓ કેટલીક દવાઓનો સ્ટોર કરી શકશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0