Ahmedabad: સ્પામાં ઝડપાયેલી યુવતીનો CIDના અધિકારીઓ પર હુમલો, મારપીટ મામલે નોંધાશે કેસ

પોલીસે વેરીફિકેશન માટે પાસપોર્ટ માગતા કિર્ગીઝ યુવતીઓએ કર્યો હુમલોયુવતીઓ હિમાલયા મોલ પાસેની શૈલી ઈન હોટલમાં રોકાઈ હતી 4 કલાકની જહેમત બાદ 2 યુવતીઓની ધરપકડ અમદાવાદમાં સ્પામાં ઝડપાયેલી યુવતીએ બબાલ કરી છે. યુવતીએ સીઆઈડીના અધિકારીઓ પર હુમલો કર્યો છે. બે દિવસ પહેલા રેડમાં પકડાયેલી યુવતીના પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ હોટલમાં પહોંચી હતી અને શહેરના હિમાલિયા મોલ નજીક આવેલી શૈલી ઈન હોટેલમાં યુવતીઓ રોકાઈ હતી. પોલીસે પાસપોર્ટ માંગતા કિર્ગીઝ યુવતીઓએ કર્યો હુમલો ત્યારે વેરિફિકેશન માટે જ્યારે પોલીસ પહોંચી તે સમયે આ યુવતીઓ સિગારેટ સહિતનો નશો કરી રહી હતી અને વેરિફિકેશન માટે પોલીસે પાસપોર્ટ માગ્યો તે સમયે કિર્ગીઝ યુવતીઓએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. નશામાં રહેલી યુવતીઓની અટકાયત માટે પોલીસે 4 કલાક મથામણ કરવી પડી હતી અને 4 કલાકની જહેમત બાદ 2 યુવતીઓની અટકાયત કરીને તેમને વસ્ત્રાપુર પોલીસ મથક લઈ જવાઈ હતી. CID ક્રાઈમના અધિકારીઓ દ્વારા તપાસમાં રૂકાવટ અને પોલીસ સાથે મારપીટ કરવા માટે મામલે CID ક્રાઈમ જ યુવતીઓ સામે ગુનો નોંધાવશે. 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ ઝડપાઈ CID ક્રાઈમને મળેલી બાતમીના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હોટલ અને સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતુ. અમદાવાદના સેટેલાઈટમાં માયરા સ્પાના નામે કૂટણખાનુ ચાલતું હતું. તેમજ ગાંધીનગરના સરગાસણમાંથી પણ વિદેશી યુવતીઓ પકડાઈ હતી. 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ અને ગ્રાહકો પકડાયા હતા. 

Ahmedabad: સ્પામાં ઝડપાયેલી યુવતીનો CIDના અધિકારીઓ પર હુમલો, મારપીટ મામલે નોંધાશે કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે વેરીફિકેશન માટે પાસપોર્ટ માગતા કિર્ગીઝ યુવતીઓએ કર્યો હુમલો
  • યુવતીઓ હિમાલયા મોલ પાસેની શૈલી ઈન હોટલમાં રોકાઈ હતી
  • 4 કલાકની જહેમત બાદ 2 યુવતીઓની ધરપકડ

અમદાવાદમાં સ્પામાં ઝડપાયેલી યુવતીએ બબાલ કરી છે. યુવતીએ સીઆઈડીના અધિકારીઓ પર હુમલો કર્યો છે. બે દિવસ પહેલા રેડમાં પકડાયેલી યુવતીના પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ હોટલમાં પહોંચી હતી અને શહેરના હિમાલિયા મોલ નજીક આવેલી શૈલી ઈન હોટેલમાં યુવતીઓ રોકાઈ હતી.

પોલીસે પાસપોર્ટ માંગતા કિર્ગીઝ યુવતીઓએ કર્યો હુમલો

ત્યારે વેરિફિકેશન માટે જ્યારે પોલીસ પહોંચી તે સમયે આ યુવતીઓ સિગારેટ સહિતનો નશો કરી રહી હતી અને વેરિફિકેશન માટે પોલીસે પાસપોર્ટ માગ્યો તે સમયે કિર્ગીઝ યુવતીઓએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. નશામાં રહેલી યુવતીઓની અટકાયત માટે પોલીસે 4 કલાક મથામણ કરવી પડી હતી અને 4 કલાકની જહેમત બાદ 2 યુવતીઓની અટકાયત કરીને તેમને વસ્ત્રાપુર પોલીસ મથક લઈ જવાઈ હતી. CID ક્રાઈમના અધિકારીઓ દ્વારા તપાસમાં રૂકાવટ અને પોલીસ સાથે મારપીટ કરવા માટે મામલે CID ક્રાઈમ જ યુવતીઓ સામે ગુનો નોંધાવશે.

30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ ઝડપાઈ

CID ક્રાઈમને મળેલી બાતમીના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હોટલ અને સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા સ્થળો પર દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતુ. અમદાવાદના સેટેલાઈટમાં માયરા સ્પાના નામે કૂટણખાનુ ચાલતું હતું. તેમજ ગાંધીનગરના સરગાસણમાંથી પણ વિદેશી યુવતીઓ પકડાઈ હતી. 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ અને ગ્રાહકો પકડાયા હતા.