Ahmedabad : સીટીએમ વિસ્તારમાંથી થાર કારમાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળ્યા, પોલીસે 3 લોકોને ઝડપ્યા

Aug 13, 2025 - 22:00
Ahmedabad : સીટીએમ વિસ્તારમાંથી થાર કારમાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળ્યા, પોલીસે 3 લોકોને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થાર કારમાં બેસેલા યુવાનો પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં યુવાનો સામે ગુનો નોંધાયો છે. કોણ છે આ યુવાનો અને શા માટે તેમણે હથિયાર તેમની સાથે રાખ્યું હતું જોઈએ આ રિપોર્ટમાં.

આરોપીઓ પાસે હથિયારનું લાઈસન્સ નહતું

પોલીસે ત્રણ યુવાનો નિમેષ ખાખરિયા, સેન્ડી નિરૂપમ અને કિરણ પરમારને પકડ્યા છે. આ ત્રણેય યુવાનો થાર કારમાં બેસીને વલસાડ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે 12મી ઓગસ્ટે સીટીએમ પાસેના એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમ્યાન કારમાંથી પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓ પાસે હથિયારનું લાયસન્સ માગવામાં આવ્યું હતું. જોકે ત્રણમાંથી એક પણ યુવક પાસે હથિયારનું લાયસન્સ ન હોવાના કારણે તેમણે યુવકોને ડીટેઈન કરી રામોલ પોલીસને સોંપ્યા હતા, આ મામલે રામોલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિમેષ ખાખરીયા એસજી હાઈવે પર 'ડોન કા અડ્ડા' નામથી કેફે ધરાવે છે

રામોલ પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે આ હથિયાર નિમેષ ખાખરીયાનું હતું, તેણે સાડા ત્રણ મહિના પહેલા જુહાપુરાના શબ્બીર નામના વ્યક્તિ પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. નિમેષ ખાખરીયા એસજી હાઈવે પર ડોન કા અડ્ડા નામથી કેફે ધરાવે છે. તેના કેફેના નામનું ટ્રેડમાર્ક કરાવ્યું હોવા છતાં જયેશ પટેલ નામના વ્યક્તિએ આ જ નામથી કેફે શરૂ કર્યા હતા, જે બાબતનો કેસ નિમેષ જીતી જતા જયેશ દ્વારા નિમેષને ધમકીઓ આપવામાં આવતી હતી, તે કારણથી તેણે સ્વબચાવ માટે આ હથિયાર ગેરકાયદેસર રીતે ખરીદ્યું હતું. આ હથિયારને સાથે રાખી આરોપીઓ તેમના કેફેના કામથી સુરત અને વલસાડ જઈ રહ્યા હતા, તે દરમ્યાન આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપીઓ ઘણા લાંબા સમયથી એકબીજાના મિત્રો છે. જેઓ નિમેષના કેફે પણ રોજબરોજ બેસતા હતા. જો કે નિમેષ પાસે હથિયાર હોવા અંગે ગાડીમાં બેસેલા બંને મિત્રો અજાણ હતા, પરંતુ જ્યારે પોલીસે ગાડીનું ચેકિંગ કર્યું ત્યારે નિમેશે આ હથિયાર સેન્ડીને આપી દેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ તો પોલીસે આ આરોપીને હથિયાર આપનાર જુહાપુરાના શબ્બીર નામના શખ્સની શોધખોળ તેમજ નિમેષે ખરીદેલા હથિયારનો ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0