Ahmedabad : ડ્રગ્સ સાથે પકડાયેલા નાઇજીરિયન નાગરિકને 15 વર્ષની કડક સજા, 2.17 કરોડનું પકડાયું હતું કોકેઇન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડ્રગ્સ પકડાવાના કેસમાં નાઇજીરિયન નાગરિકને સજા NDPSની ખાસ કોર્ટે કડક સજા ફટકારી છે. ડ્રગ્સ સાથે પકડાયેલા નાઇજીરિયનને 15 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
2.17 કરોડનું 1.4 કિલો કોકેઇન પકડાયું હતું
2018માં 2.17 કરોડનું 1.4 કિલો કોકેઇન પકડાયું હતું. નાઇજીરિયન નાગરિક પાસેથી કોકેઇન ઝડપાયું હતું NDPSની ખાસ કોર્ટે ઝોહું એલેક્સિસને કડક સજા ફટકારી હતી.
15 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
અમદાવાદ સિટી સેશન કોર્ટેમાં આવેલ NDPS ની વિશેષ અદાલતે સજા સંભળાવી હતી અને નાઇજીરિયન નાગરિકને 15 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગુદા માર્ગમાંથી ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલો મળી આવી હતી
2018 માં DCB પોલીસ મથકે નાઇજીરિયન નાગરિક ઝોહું એલેક્સિસ સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ગુદા માર્ગમાંથી ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલો મળી આવી હતી જેમાં 2.17 કરોડનું 1.450 કિલો કોકેઇન હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગમાં તેના પેટમાં કંઇક શંકાસ્દ હોય તેવું લાગ્યું
20218માં અમદાવાદ એરપોર્ટ પર નાઇજીરિયન નાગરીક અમદાવાદથી મુંબઇ જવા આવ્યો હતો ત્યારે ચેકિંગમાં તેના પેટમાં કંઇક શંકાસ્દ હોય તેવું લાગ્યું હતું જેથી તેની કડક ચકાસણી કરાતા તેના ગુદા માર્ગમાંથી ડ્રગ્સની કેપ્સ્યુલો મળી આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

