Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે 2 રીઢા આરોપીની કરી ધરપકડ,મોજશોખ કરવા માટે કરતા લૂંટ

ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મોજશોખ અને નશા માટે લુંટ કરતાલુંટને અંજામ આપી અન્ય રાજ્યમાં મોજશોખ માટે ભાગી જતા હતા બંને આરોપી સરદારનગર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કેસનો ભેદ ઉકેલીને 2 રીઢા આરોપીની ધરપકડ કરી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મોજશોખ અને નશા માટે લુંટ કરતા હતા. બે મિત્રો હથિયારો લઈને લૂંટ કરવા જતાં હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે આરોપીની કરી ધરપકડ આરોપી દીપક ઉર્ફે દીપુ મુરજાની અને કેતન ઉર્ફે કિશન બારોટની ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કેસમાં ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો બાપુનગર વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા એક વેપારીને છરો બતાવીને આ આરોપીએ રૂ 10 હજારની લૂંટ કરી હતી. જેને લઈને બાપુનગર પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો. જ્યારે સરદારનગરમાં સોનાનના દાગીનાની લૂંટ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા લૂંટ કરનાર રીઢા આરોપી દિપક અને કેતનની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંન્ને આરોપીની ધરપકડ કરીને લૂંટનો ગુનો ઉકેલ્યો છે. બંને આરોપી મોજશોખ માટે કરતા લુંટ પકડાયેલા આરોપી દિપક મુરજાની અને કેતન બારોટ બંને મિત્રો છે અને લૂંટના ગુનામાં ભાગીદાર છે. દિપક 10 પાસ છે, જ્યારે કેતન 8 પાસ છે. ગુનો આચરવાના માહેર આ રીઢા આરોપીઓ અનેક વખત જેલના સળીયા પાછળ ધકેલાયા છે. દિપક વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયા છે અને એક વખત પાસા કરવામાં આવી હતી. જ્યારે કેતન વિરુદ્ધ 9 ગુના નોંધાયા છે અને 2 વખત પાસા થઈ છે. સતત ગુનાખોરીની માનસિકતા ધરાવતા આ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને સરદારનગર પોલીસને સોંપ્યા છે. મહત્વનું છે કે બંને આરોપી મોજશોખ અને નશાની ટેવ પૂરી કરવા માટે લુંટ કરતા હતા. સાથે જ લુંટને અંજામ આપી અન્ય રાજ્યમાં મોજશોખ માટે ભાગી જતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સરદારનગર અને બાપુનગરના લૂંટનો ગુનો ઉકેલીને પોલીસે સોનાની રણી, છરી અને એક્ટિવા સહિત 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં સરદારનગર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે 2 રીઢા આરોપીની કરી ધરપકડ,મોજશોખ કરવા માટે કરતા લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મોજશોખ અને નશા માટે લુંટ કરતા
  • લુંટને અંજામ આપી અન્ય રાજ્યમાં મોજશોખ માટે ભાગી જતા હતા બંને આરોપી
  • સરદારનગર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કેસનો ભેદ ઉકેલીને 2 રીઢા આરોપીની ધરપકડ કરી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મોજશોખ અને નશા માટે લુંટ કરતા હતા. બે મિત્રો હથિયારો લઈને લૂંટ કરવા જતાં હોવાનું સામે આવ્યું છે.

બાતમીના આધારે આરોપીની કરી ધરપકડ

આરોપી દીપક ઉર્ફે દીપુ મુરજાની અને કેતન ઉર્ફે કિશન બારોટની ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કેસમાં ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો બાપુનગર વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા એક વેપારીને છરો બતાવીને આ આરોપીએ રૂ 10 હજારની લૂંટ કરી હતી. જેને લઈને બાપુનગર પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો. જ્યારે સરદારનગરમાં સોનાનના દાગીનાની લૂંટ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા લૂંટ કરનાર રીઢા આરોપી દિપક અને કેતનની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંન્ને આરોપીની ધરપકડ કરીને લૂંટનો ગુનો ઉકેલ્યો છે.

બંને આરોપી મોજશોખ માટે કરતા લુંટ

પકડાયેલા આરોપી દિપક મુરજાની અને કેતન બારોટ બંને મિત્રો છે અને લૂંટના ગુનામાં ભાગીદાર છે. દિપક 10 પાસ છે, જ્યારે કેતન 8 પાસ છે. ગુનો આચરવાના માહેર આ રીઢા આરોપીઓ અનેક વખત જેલના સળીયા પાછળ ધકેલાયા છે. દિપક વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયા છે અને એક વખત પાસા કરવામાં આવી હતી. જ્યારે કેતન વિરુદ્ધ 9 ગુના નોંધાયા છે અને 2 વખત પાસા થઈ છે. સતત ગુનાખોરીની માનસિકતા ધરાવતા આ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને સરદારનગર પોલીસને સોંપ્યા છે. મહત્વનું છે કે બંને આરોપી મોજશોખ અને નશાની ટેવ પૂરી કરવા માટે લુંટ કરતા હતા. સાથે જ લુંટને અંજામ આપી અન્ય રાજ્યમાં મોજશોખ માટે ભાગી જતા હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે સરદારનગર અને બાપુનગરના લૂંટનો ગુનો ઉકેલીને પોલીસે સોનાની રણી, છરી અને એક્ટિવા સહિત 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં સરદારનગર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.