Ahmedabad: RTO માં 3 હજારમાંથી 850 લાઇસન્સ 3 માસ માટે સસ્પેન્ડ

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાયેલી યાદી અંતર્ગત સુભાષબ્રિજ RTO કચેરીએ 1350માંથી 850 વાહન લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.બાકીના 450 લાઇસન્સ આગામી 7 દિવસમાં સસ્પેન્ડ થશે, આ સિવાય બોપલ અકસ્માત કેસમાં ચાલકનું આજીવન લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું કહેતા આરટીઓએ કહ્યું કે, રસ્તા પર ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવાના નિયમનો 3 વખત ભંગ કરાય તેવા કિસ્સામાં ચાલકોને પોતાનું વાહનના લાઇસન્સ ગુમાવું પડે છે. હાલ હેલ્મેટ વગરના ત્રણ હજાર ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડની યાદી મોકલાવી છે. ડ્રાઇવ ચાલુ હોવાથી આગામી દિવસમાં હેલ્મેટ વગર ચાલકોના વધુ લાઇસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. છેલ્લા 4થી 5 મહિનામાં હેલ્મેટ વગર પકડાયેલા ટુવ્હીલર ચાલકોને નિયમના ભંગ બદલ 3 વખત મેમો અપાયો છે. આ પછી લાઇસન્સ સસ્પેન્ડની યાદીમાં તેનું નામ ઉમેરાય છે. ટ્રાફિક પોલીસ એક સાથે યાદી તૈયાર કરીને લાઇસન્સ સસ્પેન્ડ માટે સબંધિત RTO કચેરીને ડેટા મોકલી આપે છે. RTO કચેરી દ્વારા સુનાવણી કરીને લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાય છે.મોટરવ્હીકલ એક્ટ 129 હેઠળ હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિયમ છે.તેનું કડકપણે પાલન કરાઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના ટુવ્હીલર ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે ત્રણ હજારનો ડેટા મોકલ્યો છે. જેમાં સુભાષબ્રિજ RTO એ સસ્પેન્ડની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આમાં બોપલ અસ્માત હેઠળ રિપલ પંચાલનું વાહન લાઇસન્સ આજીવન રદ કરી દેવાયું છે.

Ahmedabad: RTO માં 3 હજારમાંથી 850 લાઇસન્સ 3 માસ માટે સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાયેલી યાદી અંતર્ગત સુભાષબ્રિજ RTO કચેરીએ 1350માંથી 850 વાહન લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.

બાકીના 450 લાઇસન્સ આગામી 7 દિવસમાં સસ્પેન્ડ થશે, આ સિવાય બોપલ અકસ્માત કેસમાં ચાલકનું આજીવન લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું કહેતા આરટીઓએ કહ્યું કે, રસ્તા પર ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવાના નિયમનો 3 વખત ભંગ કરાય તેવા કિસ્સામાં ચાલકોને પોતાનું વાહનના લાઇસન્સ ગુમાવું પડે છે. હાલ હેલ્મેટ વગરના ત્રણ હજાર ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડની યાદી મોકલાવી છે. ડ્રાઇવ ચાલુ હોવાથી આગામી દિવસમાં હેલ્મેટ વગર ચાલકોના વધુ લાઇસન્સ સસ્પેન્ડ થઇ શકે છે.

છેલ્લા 4થી 5 મહિનામાં હેલ્મેટ વગર પકડાયેલા ટુવ્હીલર ચાલકોને નિયમના ભંગ બદલ 3 વખત મેમો અપાયો છે. આ પછી લાઇસન્સ સસ્પેન્ડની યાદીમાં તેનું નામ ઉમેરાય છે. ટ્રાફિક પોલીસ એક સાથે યાદી તૈયાર કરીને લાઇસન્સ સસ્પેન્ડ માટે સબંધિત RTO કચેરીને ડેટા મોકલી આપે છે. RTO કચેરી દ્વારા સુનાવણી કરીને લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાય છે.મોટરવ્હીકલ એક્ટ 129 હેઠળ હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિયમ છે.તેનું કડકપણે પાલન કરાઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના ટુવ્હીલર ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે ત્રણ હજારનો ડેટા મોકલ્યો છે. જેમાં સુભાષબ્રિજ RTO એ સસ્પેન્ડની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આમાં બોપલ અસ્માત હેઠળ રિપલ પંચાલનું વાહન લાઇસન્સ આજીવન રદ કરી દેવાયું છે.