Ahmedabad PCBએ એસ.જી.હાઈવે પર થાર કારમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ પીસીબીએ બીયર અને દારૂનો જથ્થો ઝડપ્યો કાર અને દારૂની કિંમત સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ રાજસ્થાનથી દારૂ ભરેલી કાર ગુજરાતમાં લાવ્યા અમદાવાદ PCB ( PREVENTION OF CRIME BRANCH )એ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થાર કારમાં ભરેલ વિદેશી દારૂની બોટલ અને ટીનના બીયર જપ્ત કર્યા હતા.સમગ્ર ઘટનામાં કાર સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સાથે 5 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે. દારૂ સરખેજ થઈને ચોટીલા તરફ જતો હતો પીસીબીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી નિકળેલી કાર સરખેજ થઈને ચોટીલા તરફ જઈ રહી છે ત્યારે પીસીબીએ સરખેજ વિસ્તારમાં કાર રોકી હતી અને તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે,વિદેશી દારૂની બોટલ અને બીયર મળીને 1614 નંગ જપ્ત કરાયા છે. ગઈકાલે પણ દારૂનો જથ્થો ઝડપ્યો અમદાવાદમાં પીસીબીના સ્ટાફે એસ પી રીંગ રોડ ભાડજ સર્કલ પાસે બાતમીને આધારે ્રરાજસ્થાનથી દારૂ ભરીને આવી રહેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કારચાલકે અકસ્માત કરવાનો પ્રયાસ કરીને કારને બોપલ તરફ હંકારી મુકી હતી. જો કે તેને ઓવર બ્રીજ પાસે રોકીને કારમાં દારૂનો જથ્થો લઇ જઇ રહેલા બે લોકોને ઝડપી લીધા હતા.પીસીબીના પોલીસ ઇન્સેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કારમાં દારૂનો જથ્થો સરખેજ તરફ જવાનો છે. જેના આધારે પોલીસે સવારે ભાડજ સર્કલ પાસે વોચ ગોઠવીને આડાશ ઉભી કરીને એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. 4 એપ્રિલ 2024ના રોજ હુક્કાબારમાં રેડ કરાઈ હતી અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી હતી. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા.ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.  

Ahmedabad PCBએ એસ.જી.હાઈવે પર થાર કારમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ પીસીબીએ બીયર અને દારૂનો જથ્થો ઝડપ્યો
  • કાર અને દારૂની કિંમત સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત
  • આરોપીઓ રાજસ્થાનથી દારૂ ભરેલી કાર ગુજરાતમાં લાવ્યા

અમદાવાદ PCB ( PREVENTION OF CRIME BRANCH )એ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થાર કારમાં ભરેલ વિદેશી દારૂની બોટલ અને ટીનના બીયર જપ્ત કર્યા હતા.સમગ્ર ઘટનામાં કાર સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સાથે 5 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે.

દારૂ સરખેજ થઈને ચોટીલા તરફ જતો હતો

પીસીબીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી નિકળેલી કાર સરખેજ થઈને ચોટીલા તરફ જઈ રહી છે ત્યારે પીસીબીએ સરખેજ વિસ્તારમાં કાર રોકી હતી અને તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે,વિદેશી દારૂની બોટલ અને બીયર મળીને 1614 નંગ જપ્ત કરાયા છે.

ગઈકાલે પણ દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદમાં પીસીબીના સ્ટાફે એસ પી રીંગ રોડ ભાડજ સર્કલ પાસે બાતમીને આધારે ્રરાજસ્થાનથી દારૂ ભરીને આવી રહેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કારચાલકે અકસ્માત કરવાનો પ્રયાસ કરીને કારને બોપલ તરફ હંકારી મુકી હતી. જો કે તેને ઓવર બ્રીજ પાસે રોકીને કારમાં દારૂનો જથ્થો લઇ જઇ રહેલા બે લોકોને ઝડપી લીધા હતા.પીસીબીના પોલીસ ઇન્સેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કારમાં દારૂનો જથ્થો સરખેજ તરફ જવાનો છે. જેના આધારે પોલીસે સવારે ભાડજ સર્કલ પાસે વોચ ગોઠવીને આડાશ ઉભી કરીને એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.


4 એપ્રિલ 2024ના રોજ હુક્કાબારમાં રેડ કરાઈ હતી

અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી હતી. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા.ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.