Ahmedabad News: મિત્રતામાં દગો, કાફેના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

કાફેના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી લાખોના વ્યવહાર કર્યા 72 લાખ રૂપિયાના વ્યવહારો થતાં નોંધાઈ ફરિયાદ એકાઉન્ડ માલિકની જાણ બહાર 72 લાખના વ્યવહારો કર્યા અમદાવાદમાં મિત્રના કાફેના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં કાફેના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી લાખોના વ્યવહાર કર્યા છે. 72 લાખ રૂપિયાના વ્યવહારો થતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં એકાઉન્ડ માલિકની જાણ બહાર રૂપિયા 72 લાખના વ્યવહારો કર્યા છે. તેમાં સાયબર ક્રાઈમે જીશાન કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાના બહાને છેતરપિંડી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાના બહાને છેતરપિંડી આચરી છે. જેમાં રૂપિયા 72 લાખના વ્યવહારો કોની સાથે થયા અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મિત્રને મદદ કરવાના નામે રૂપિયા બેંકમાં જમા કરાવીને રૂ.8.24 લાખની છેતરપિંડી અગાઉ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રે અન્ય મિત્રને મદદ કરવાના નામે રૂપિયા બેંકમાં જમા કરાવીને રૂ.8.24 લાખની છેતરપિંડી આચરી હતી. એટલે મિત્ર સામે મિત્રે જ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ઇસનપુર વિસ્તારમાં રહેતા મોહંમદ ઉવેશ શેખને વોશિંગ મશીન રિપેરિંગના ધંધામાં મંદી આવી હોવાથી તેમને યુએસડીટી ટ્રેડિંગનું કામ શરૂ કર્યું હતું. ટ્રેડિંગ માટે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ગત તા. 23 માર્ચે તે એકાઉન્ટ કોઈ કારણસર ફ્રીઝ થઈ ગયું હતું, જેથી તેમને મિત્ર જુનેદ વોરાને આ અંગે વાત કરતા જુનેદે મારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવો હું તમને સહી કરેલો ચેક આપું છું.  મોહંમદ ઉવેશે જુનેદ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તમે બારોબાર રૂપિયા ઉપાડી લેજો તેમ કહેતા મોહંમદ ઉવેશે તેમના એકાઉન્ટમાં કુલ રૂ. 8.24 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેના બદલે જુનેદે બે ચેક આપ્યા હતા. ત્યાર બાદ મોહંમદ ઉવેશે બેંકમાં ચેક ભરતા રિર્ટન થયો હતો, જેથી બેંકમાં તપાસ કરતા ચેકમાં સહી ખોટી છે તેમ જ એકાઉન્ટમાંથી રૂ. 1 લાખ ઊપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ જુનેદને મોબાઇલ ફોન કરતા તે બંધ આવતો હતો અને તેની શોધખોળ કરી, પરંતુ મળ્યો ન હતો. આ અંગે મોહંમદ ઉવેશે જુનેદ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad News: મિત્રતામાં દગો, કાફેના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાફેના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી લાખોના વ્યવહાર કર્યા
  • 72 લાખ રૂપિયાના વ્યવહારો થતાં નોંધાઈ ફરિયાદ
  • એકાઉન્ડ માલિકની જાણ બહાર 72 લાખના વ્યવહારો કર્યા

અમદાવાદમાં મિત્રના કાફેના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં કાફેના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી લાખોના વ્યવહાર કર્યા છે. 72 લાખ રૂપિયાના વ્યવહારો થતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં એકાઉન્ડ માલિકની જાણ બહાર રૂપિયા 72 લાખના વ્યવહારો કર્યા છે. તેમાં સાયબર ક્રાઈમે જીશાન કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાના બહાને છેતરપિંડી

ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવાના બહાને છેતરપિંડી આચરી છે. જેમાં રૂપિયા 72 લાખના વ્યવહારો કોની સાથે થયા અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મિત્રને મદદ કરવાના નામે રૂપિયા બેંકમાં જમા કરાવીને રૂ.8.24 લાખની છેતરપિંડી

અગાઉ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રે અન્ય મિત્રને મદદ કરવાના નામે રૂપિયા બેંકમાં જમા કરાવીને રૂ.8.24 લાખની છેતરપિંડી આચરી હતી. એટલે મિત્ર સામે મિત્રે જ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ઇસનપુર વિસ્તારમાં રહેતા મોહંમદ ઉવેશ શેખને વોશિંગ મશીન રિપેરિંગના ધંધામાં મંદી આવી હોવાથી તેમને યુએસડીટી ટ્રેડિંગનું કામ શરૂ કર્યું હતું. ટ્રેડિંગ માટે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ગત તા. 23 માર્ચે તે એકાઉન્ટ કોઈ કારણસર ફ્રીઝ થઈ ગયું હતું, જેથી તેમને મિત્ર જુનેદ વોરાને આ અંગે વાત કરતા જુનેદે મારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવો હું તમને સહી કરેલો ચેક આપું છું.

 મોહંમદ ઉવેશે જુનેદ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તમે બારોબાર રૂપિયા ઉપાડી લેજો તેમ કહેતા મોહંમદ ઉવેશે તેમના એકાઉન્ટમાં કુલ રૂ. 8.24 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેના બદલે જુનેદે બે ચેક આપ્યા હતા. ત્યાર બાદ મોહંમદ ઉવેશે બેંકમાં ચેક ભરતા રિર્ટન થયો હતો, જેથી બેંકમાં તપાસ કરતા ચેકમાં સહી ખોટી છે તેમ જ એકાઉન્ટમાંથી રૂ. 1 લાખ ઊપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ જુનેદને મોબાઇલ ફોન કરતા તે બંધ આવતો હતો અને તેની શોધખોળ કરી, પરંતુ મળ્યો ન હતો. આ અંગે મોહંમદ ઉવેશે જુનેદ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.