Ahmedabad News : ઔડાના નવ_પ્લોટની 18-19 જૂને ઈ-હરાજી, 12જૂન સુધી રજિસ્ટ્રેશન

96,020 સ્ક્વેર મીટર એરિયાનું ઈ-ઓક્શન કરી 900 કરોડની કમાણી કરશેબે વાર તારીખમાં સુધારો કર્યા બાદ ઔડાએ કહ્યું, ચૂંટણીના લીધે ફેરફાર કરવો પડયો અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન માટેની તારીખ જાહેર કરાઇ હતી શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) હસ્તકના ચાર ચાંદખેડા, બે થલતેજ, બે નિકોલ અને એક વસ્ત્રાલમાં મળી કુલ 9 કોમર્શિયલ પ્લોટના 96,020 સ્કેવર મીટર એરિયા માટે બીજીવાર તારીખમાં ફેરફાર કરાયો છે. ગત 9મી એપ્રિલથી આગામી 12મી જૂન સુધીમાં બીડરોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે 18 અને 19 જૂનના રોજ બે દિવસ ઇ-ઓક્શન કરાશે. ઔડા દ્વારા અગાઉ બે વખત ઇ-ઓક્શનની તારીખમાં ફેરફાર કરાયો હતો અને હવે ચૂંટણીના લીધે ત્રીજી વખત ફેરફાર કરવો પડયો છે. 9 પ્લોટના ઇ-ઓક્શનથી ઔડાને 900 કરોડની આવકનો અંદાજ છે. ઔડાના અધિકારીઓએ કહ્યું કે, અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન માટેની તારીખ જાહેર કરાઇ હતી. આ પછી ફેરફાર કરીને તા.14 અને 15 એપ્રિલના રોજ ઇ-ઓક્શનની તારીખ નક્કી કરાઇ હતી. જો આ તારીખમાં ઇ-ઓક્શન કરવાનું થાય તો ચુંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી પડે. જે લાંબી પ્રોસેસ છે. ઉપરાંત તમામ પ્લોટ કોમર્શિયલ હેતુ માટેના હોવાથી રસ દાખવતા બીડરો હાલ ચૂંટણીના કારણે ઇ-ઓક્શનથી દૂર રહેવાની શક્યતા પણ વધી જાય. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇ-ઓક્શનની તારીખ બદલવા બોર્ડના સભ્યોની સર્વ સંમતિ લેવાઈ હતી.

Ahmedabad News : ઔડાના નવ_પ્લોટની 18-19 જૂને ઈ-હરાજી, 12જૂન સુધી રજિસ્ટ્રેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 96,020 સ્ક્વેર મીટર એરિયાનું ઈ-ઓક્શન કરી 900 કરોડની કમાણી કરશે
  • બે વાર તારીખમાં સુધારો કર્યા બાદ ઔડાએ કહ્યું, ચૂંટણીના લીધે ફેરફાર કરવો પડયો
  • અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન માટેની તારીખ જાહેર કરાઇ હતી

શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) હસ્તકના ચાર ચાંદખેડા, બે થલતેજ, બે નિકોલ અને એક વસ્ત્રાલમાં મળી કુલ 9 કોમર્શિયલ પ્લોટના 96,020 સ્કેવર મીટર એરિયા માટે બીજીવાર તારીખમાં ફેરફાર કરાયો છે. ગત 9મી એપ્રિલથી આગામી 12મી જૂન સુધીમાં બીડરોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે 18 અને 19 જૂનના રોજ બે દિવસ ઇ-ઓક્શન કરાશે. ઔડા દ્વારા અગાઉ બે વખત ઇ-ઓક્શનની તારીખમાં ફેરફાર કરાયો હતો અને હવે ચૂંટણીના લીધે ત્રીજી વખત ફેરફાર કરવો પડયો છે. 9 પ્લોટના ઇ-ઓક્શનથી ઔડાને 900 કરોડની આવકનો અંદાજ છે.

ઔડાના અધિકારીઓએ કહ્યું કે, અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન માટેની તારીખ જાહેર કરાઇ હતી. આ પછી ફેરફાર કરીને તા.14 અને 15 એપ્રિલના રોજ ઇ-ઓક્શનની તારીખ નક્કી કરાઇ હતી. જો આ તારીખમાં ઇ-ઓક્શન કરવાનું થાય તો ચુંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી પડે. જે લાંબી પ્રોસેસ છે. ઉપરાંત તમામ પ્લોટ કોમર્શિયલ હેતુ માટેના હોવાથી રસ દાખવતા બીડરો હાલ ચૂંટણીના કારણે ઇ-ઓક્શનથી દૂર રહેવાની શક્યતા પણ વધી જાય. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇ-ઓક્શનની તારીખ બદલવા બોર્ડના સભ્યોની સર્વ સંમતિ લેવાઈ હતી.