Ahmedabad News: AMC દ્વારા 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગમાં કરાઈ તપાસ

ફાયરસેફ્ટીના અભાવને લઈ 52 બિલ્ડિંગને કરાઈ સીલટ્યૂશન, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળો પર કરાશે તપાસ BU અને ફાયર NOCને લઈ કરાશે સઘન ચેકિંગ રાજકોટમાં સર્જાયેલ ગોઝારા અગ્નિકાંડ બાદ અમદાવાદની સાથે સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે અને ફાયર સેફટીને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યારે, અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર શહેરમાં જુદા જુદા એકમોની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 3 દિવસમાં AMCના ફાયર અને એસ્ટેટ વિભાગ દ્વારા જુદા જુદા 300 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાંથી 52 જેટલી બિલ્ડિંગ સિલ કરવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે જેટલી પણ બિલ્ડિંગ અને એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના એકમોમાં ફાયર NOC ન હોવાનું કારણ સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે જાહેર સ્થળો જેવા કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકત્રિત થતાં હોય જેમ કે ટ્યુશન ક્લાસીસ, મોલ, ગેમઝોન, સરકારી અને ખાનગી હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર NOC આપ્યા બાદ રીન્યુ કરવાની હોય છે પરંતુ જે તે સંચાલકો દ્વારા રિન્યૂ કરવાની તસ્દી નથી લેવામાં આવતી જેને લઈને કડક તપાસ કરવામાં આવશે. તો વધુમાં જાણવા મળ્યું છે કે BU પરમીશન અને NOC ડિસ્પેલ થાય તેના માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવશે. FSO સાથે રહી NOC રીન્યુ ઝડપ થી થાય તેના પ્રયાસ થશે. જ્યાં BU અને ફાયર NOCના હોય એવા બિલ્ડીંગમાં કાર્યવાહી કરવામાં આવશે.

Ahmedabad News: AMC દ્વારા 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગમાં કરાઈ તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયરસેફ્ટીના અભાવને લઈ 52 બિલ્ડિંગને કરાઈ સીલ
  • ટ્યૂશન, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળો પર કરાશે તપાસ
  • BU અને ફાયર NOCને લઈ કરાશે સઘન ચેકિંગ

રાજકોટમાં સર્જાયેલ ગોઝારા અગ્નિકાંડ બાદ અમદાવાદની સાથે સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે અને ફાયર સેફટીને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યારે, અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર શહેરમાં જુદા જુદા એકમોની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 3 દિવસમાં AMCના ફાયર અને એસ્ટેટ વિભાગ દ્વારા જુદા જુદા 300 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 દિવસમાં 300 જેટલી બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાંથી 52 જેટલી બિલ્ડિંગ સિલ કરવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે જેટલી પણ બિલ્ડિંગ અને એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના એકમોમાં ફાયર NOC ન હોવાનું કારણ સામે આવી રહ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે જાહેર સ્થળો જેવા કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકત્રિત થતાં હોય જેમ કે ટ્યુશન ક્લાસીસ, મોલ, ગેમઝોન, સરકારી અને ખાનગી હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર NOC આપ્યા બાદ રીન્યુ કરવાની હોય છે પરંતુ જે તે સંચાલકો દ્વારા રિન્યૂ કરવાની તસ્દી નથી લેવામાં આવતી જેને લઈને કડક તપાસ કરવામાં આવશે.

તો વધુમાં જાણવા મળ્યું છે કે BU પરમીશન અને NOC ડિસ્પેલ થાય તેના માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવશે. FSO સાથે રહી NOC રીન્યુ ઝડપ થી થાય તેના પ્રયાસ થશે. જ્યાં BU અને ફાયર NOCના હોય એવા બિલ્ડીંગમાં કાર્યવાહી કરવામાં આવશે.