Ahmedabad Heat Wave: શારદાબેન હોસ્પિટલમાં ગરમીને કારણે 2 બાળકોના મોત

અમદાવાદમાં ગરમીએ 2 બાળકનો લીધો ભોગબંને બાળકની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર ગરમીથી 10 અને 15 દિવસના બે નવજાતના મોત અમદાવાદમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરની લગભગ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં લૂ અને હીટસ્ટ્રોકને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ જ્યાં એક તરફ ગઇકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને કારણે 2 દર્દીઓના મોત થયા હતા તો આજે પણ અમદાવાદમાં હીટસ્ટ્રોકને કારણે 2 બાળકોના મોતથી ચકચાર મચી ગઈ છે.બે નવજાત બાળકોના મોતથી ચકચાર  મળતી માહિતી મુજબ, અમદાવાદના સરસપુર ખાતે આવેલ શારદાબેન હોસ્પિટલ ખાતે હીટસ્ટ્રોકને કારણે બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ગરમીના કારણે શારદાબેન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બંને નવજાત બાળકોની શારદાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હિટસ્ટ્રોકને કારણે 41 દાખલ, 2ના મોત રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હિટસ્ટ્રોકથી બેના મોત થાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટસ્ટ્રોકને કારણે બીમાર પડેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કારણે 41 લોકોને 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે દાખલ કરવામાં આવેલ 41 લોકો પૈકી 2 લોકોનું હિટસ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગ થયું દોડતું તો, અમદાવાદમાં હિટસ્ટ્રોકને કારણે પહેલીવાર મોત થતાં ચકચાર મચી ગઈ છે. આજે હિટસ્ટ્રોકને કારણે થયેલ 2 મોતને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા બંને મોતના કેસની વિગતો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી મંગાવવામાં આવી છે. હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.

Ahmedabad Heat Wave: શારદાબેન હોસ્પિટલમાં ગરમીને કારણે 2 બાળકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ગરમીએ 2 બાળકનો લીધો ભોગ
  • બંને બાળકની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • ગરમીથી 10 અને 15 દિવસના બે નવજાતના મોત

અમદાવાદમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરની લગભગ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં લૂ અને હીટસ્ટ્રોકને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ જ્યાં એક તરફ ગઇકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને કારણે 2 દર્દીઓના મોત થયા હતા તો આજે પણ અમદાવાદમાં હીટસ્ટ્રોકને કારણે 2 બાળકોના મોતથી ચકચાર મચી ગઈ છે.

બે નવજાત બાળકોના મોતથી ચકચાર 

મળતી માહિતી મુજબ, અમદાવાદના સરસપુર ખાતે આવેલ શારદાબેન હોસ્પિટલ ખાતે હીટસ્ટ્રોકને કારણે બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ગરમીના કારણે શારદાબેન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બંને નવજાત બાળકોની શારદાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

હિટસ્ટ્રોકને કારણે 41 દાખલ, 2ના મોત

રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હિટસ્ટ્રોકથી બેના મોત થાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટસ્ટ્રોકને કારણે બીમાર પડેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કારણે 41 લોકોને 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે દાખલ કરવામાં આવેલ 41 લોકો પૈકી 2 લોકોનું હિટસ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે.

આરોગ્ય વિભાગ થયું દોડતું

તો, અમદાવાદમાં હિટસ્ટ્રોકને કારણે પહેલીવાર મોત થતાં ચકચાર મચી ગઈ છે. આજે હિટસ્ટ્રોકને કારણે થયેલ 2 મોતને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા બંને મોતના કેસની વિગતો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી મંગાવવામાં આવી છે.

હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો

ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.