Ahmedabad Civil Hospitalમાં ચાંદીપુરા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો

7વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાતા કરાયો દાખલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બાળકોમાં જોવા મળ્યા છે.જેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે,અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. અરવલ્લીમાં સર્વેની કામગીરી હાથધરાઈ હતી ચાંદીપુરા વાયરસને લઈ લૂછડીયા પ્રાથમિક આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથધરી હતી.અરવલ્લી જિલ્લામાં જીવલેણ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.અરવલ્લીના 2 દર્દીના શંકાસ્પદ વાઈરસથી મોત થયા છે તેને લઈ શંકા થઈ રહી છે કે,ચાંદીપુરા વાયરસથી આ મોત થયુ હોય.ભિલોડા કંથારીયા વિસ્તારમાં આરોગ્યની વિભાગની ટીમો દ્રારા સર્વે કરવામાં આવી રહ્યો હતો.2 દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીઓએ કરી બેઠક કોરોના વાયરસ તો લોકો ભૂલી શકતા નથી તેની વચ્ચે એક નવો વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યો છે,જેમાં અત્યાર સુધી 4 બાળકો મોતને ભેટયા છે.ચાંદીપુરા વાયરસથી મોત થયુ હોવાનું આરોગ્ય વિભાગને લાગી રહ્યું છે,સમગ્ર ઘટના બનતાની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી.આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે. અત્યાર સુધી 6 બાળકોના મોત છેલ્લા એકાદ માસથી વાદળછાયુ અને ભેજ યુક્ત વાતાવરણને પગલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની બીમારીએ માથું ઊંચક્યું છે. ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે અત્યાર સુધી છ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. યારે ચાંદીપુરા વાયરસની બીમારીનો શંકાસ્પદ કેસ જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં નોંધાયો છે. ચાંદીપુરમ વાયરસના લક્ષણો ચાંદીપુરમ વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે, અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે, શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.

Ahmedabad Civil Hospitalમાં ચાંદીપુરા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાતા કરાયો દાખલ
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા
  • દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી

અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બાળકોમાં જોવા મળ્યા છે.જેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે,અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.

અરવલ્લીમાં સર્વેની કામગીરી હાથધરાઈ હતી

ચાંદીપુરા વાયરસને લઈ લૂછડીયા પ્રાથમિક આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથધરી હતી.અરવલ્લી જિલ્લામાં જીવલેણ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.અરવલ્લીના 2 દર્દીના શંકાસ્પદ વાઈરસથી મોત થયા છે તેને લઈ શંકા થઈ રહી છે કે,ચાંદીપુરા વાયરસથી આ મોત થયુ હોય.ભિલોડા કંથારીયા વિસ્તારમાં આરોગ્યની વિભાગની ટીમો દ્રારા સર્વે કરવામાં આવી રહ્યો હતો.2 દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અધિકારીઓએ કરી બેઠક

કોરોના વાયરસ તો લોકો ભૂલી શકતા નથી તેની વચ્ચે એક નવો વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યો છે,જેમાં અત્યાર સુધી 4 બાળકો મોતને ભેટયા છે.ચાંદીપુરા વાયરસથી મોત થયુ હોવાનું આરોગ્ય વિભાગને લાગી રહ્યું છે,સમગ્ર ઘટના બનતાની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી.આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે.

અત્યાર સુધી 6 બાળકોના મોત

છેલ્લા એકાદ માસથી વાદળછાયુ અને ભેજ યુક્ત વાતાવરણને પગલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની બીમારીએ માથું ઊંચક્યું છે. ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે અત્યાર સુધી છ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. યારે ચાંદીપુરા વાયરસની બીમારીનો શંકાસ્પદ કેસ જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં નોંધાયો છે.

ચાંદીપુરમ વાયરસના લક્ષણો

ચાંદીપુરમ વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે, અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે, શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.