Ahmedabad: મેઘાણીનગરમાં 15 દિવસથી ઉભરાઈ રહી છે ગટરો, સ્થાનિકો ગંદા પાણીથી ત્રસ્ત

અમદાવાદમાં વરસાદ બાદ હવે સ્થાનિકો ગટરના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. શહેરના મેઘાણીનગરમાં ગટરના પાણીથી લોકો રોષે ભરાયા છે અને સ્થાનિકો ગટરના ગંદા પાણીથી ત્રસ્ત થઈ રહ્યા છે, છેલ્લા 15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ગટરો ઉભરાવવાની સમસ્યા યથાવત છે.15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ઉભરાય છે ગટરો શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 15 દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. AMCમાં અનેક ફરિયાદો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને ગટરના ગંદા પાણીથી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો છે. ગટરના પાણીથી સોસાયટીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ઝાડા ઉલટીના અનેક કેસો પણ નોંધાયા છે. વોટ લેવા આવે છે પણ કામ કરવા નહીં : સ્થાનિકો ત્યારે સ્થાનિકો તંત્ર અને નેતાઓ સામે રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે વોટ લેવા આવે છે પણ કામ કરવા કોઈ નેતા કે તંત્ર આવતું નથી. સોસાયટીમાં બાળકો અને વૃદ્ધો બિમાર છે. અમે રોજ ફરિયાદ કરીએ છીએ કોઈ આવતું નથી અને સાંભળતુ નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. 2 સપ્ટેમ્બરે મેલેરિયાના 212, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા હતા અને કમળાના 538, ટાઈફોઈડના 788 કેસ નોંધાયા હતા. ત્યારે કોલેરાના 23 કેસ નોંધાયા હતા.અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડ્યો છે. વહેલી સવારે ભૂવો પડતા અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે રસ્તો બંધ કરવામાં આવતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. એક તરફ પાણીની લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ભૂવો પડ્યો છે, ત્યારે AMCએ માત્ર જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે.

Ahmedabad: મેઘાણીનગરમાં 15 દિવસથી ઉભરાઈ રહી છે ગટરો, સ્થાનિકો ગંદા પાણીથી ત્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વરસાદ બાદ હવે સ્થાનિકો ગટરના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. શહેરના મેઘાણીનગરમાં ગટરના પાણીથી લોકો રોષે ભરાયા છે અને સ્થાનિકો ગટરના ગંદા પાણીથી ત્રસ્ત થઈ રહ્યા છે, છેલ્લા 15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ગટરો ઉભરાવવાની સમસ્યા યથાવત છે.

15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ઉભરાય છે ગટરો

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 15 દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. AMCમાં અનેક ફરિયાદો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને ગટરના ગંદા પાણીથી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો છે. ગટરના પાણીથી સોસાયટીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ઝાડા ઉલટીના અનેક કેસો પણ નોંધાયા છે.

વોટ લેવા આવે છે પણ કામ કરવા નહીં : સ્થાનિકો

ત્યારે સ્થાનિકો તંત્ર અને નેતાઓ સામે રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે વોટ લેવા આવે છે પણ કામ કરવા કોઈ નેતા કે તંત્ર આવતું નથી. સોસાયટીમાં બાળકો અને વૃદ્ધો બિમાર છે. અમે રોજ ફરિયાદ કરીએ છીએ કોઈ આવતું નથી અને સાંભળતુ નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. 2 સપ્ટેમ્બરે મેલેરિયાના 212, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા હતા અને કમળાના 538, ટાઈફોઈડના 788 કેસ નોંધાયા હતા. ત્યારે કોલેરાના 23 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડ્યો છે. વહેલી સવારે ભૂવો પડતા અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે રસ્તો બંધ કરવામાં આવતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. એક તરફ પાણીની લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ભૂવો પડ્યો છે, ત્યારે AMCએ માત્ર જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે.