Ahmedabad :ખરાબ વાતાવરણને પગલે પાંચ ફ્લાઇટોને હવામાં ચક્કર મારવા પડયા

બેંગલુરુ ફ્લાઇટને લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર માર્યા બાદ ઉદયપુર ડાઈવર્ટ કરાઇધોધમાર વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ તરફના રેમ્પ પર પાણી ભરાયાં ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઇ જતાં 25થી વધુ ફ્લાઇટોના ટેકઓફમાં એકથી ચાર કલાક સુધીનો વિલંબ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હવાઇમાર્ગ પર ખોરવાયો હતો. અમદાવાદ આવતી 5થી વધુ ફ્લાઇટને લો-વિઝિબિલિટીને પગલે લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર મારવા પડયા હતા. આ વચ્ચે બપોરની વિસ્તારાની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટને ખરાબ વાતાવરણને પગલે લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર માર્યા બાદ ઉદયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.આ સાથે અમદાવાદ આવતી જતી ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઇ જતાં 25થી વધુ ફ્લાઇટોના ટેકઓફમાં એકથી ચાર કલાક સુધીનો વિલંબ થયો હતો. ધોધમાર વરસાદને પગલે એરપોર્ટના માર્ગની સાથે ગુજસેલ તરફ્ આવેલા રેમ્પ ઉપર પણ વરસાદી પાણી ભરાયાં હતાં. જેથી પાર્ક થયેલા વિમાનોની આસપાસ પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું. જોકે પાણી વધુ ભરાઇ જતાં વોટર પંપની મદદથી પાણીને દૂર કરવાની કામગીરી પણ કરાઇ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Ahmedabad :ખરાબ વાતાવરણને પગલે પાંચ ફ્લાઇટોને હવામાં ચક્કર મારવા પડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેંગલુરુ ફ્લાઇટને લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર માર્યા બાદ ઉદયપુર ડાઈવર્ટ કરાઇ
  • ધોધમાર વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ તરફના રેમ્પ પર પાણી ભરાયાં
  • ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઇ જતાં 25થી વધુ ફ્લાઇટોના ટેકઓફમાં એકથી ચાર કલાક સુધીનો વિલંબ

શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હવાઇમાર્ગ પર ખોરવાયો હતો. અમદાવાદ આવતી 5થી વધુ ફ્લાઇટને લો-વિઝિબિલિટીને પગલે લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર મારવા પડયા હતા. આ વચ્ચે બપોરની વિસ્તારાની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટને ખરાબ વાતાવરણને પગલે લેન્ડિંગ પરમીશન ન મળતાં હવામાં ચક્કર માર્યા બાદ ઉદયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.આ સાથે અમદાવાદ આવતી જતી ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઇ જતાં 25થી વધુ ફ્લાઇટોના ટેકઓફમાં એકથી ચાર કલાક સુધીનો વિલંબ થયો હતો. ધોધમાર વરસાદને પગલે એરપોર્ટના માર્ગની સાથે ગુજસેલ તરફ્ આવેલા રેમ્પ ઉપર પણ વરસાદી પાણી ભરાયાં હતાં. જેથી પાર્ક થયેલા વિમાનોની આસપાસ પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું. જોકે પાણી વધુ ભરાઇ જતાં વોટર પંપની મદદથી પાણીને દૂર કરવાની કામગીરી પણ કરાઇ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.