Ahmedabad કોર્પોરેશનમાં વર્ષોથી જમાઈગીરી ભોગવતા અધિકારીઓની બદલી ક્યારે?

એક જ જગ્યા પર વર્ષોથી નોકરી, AMCમાં અધિકારીઓને લીલા લહેરભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ એક જ જગ્યા પર વર્ષો સુધી નોકરી પદાધિકારીઓ બદલીની વાતો તો જોરશોરથી કરે પણ અમલ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હર્ષદ ભોજક જેવા અનેક અધિકારીઓ છે, જેની સામે ભ્રષ્ટાચારની અનેકે રાડો આવી છે. પરંતુ જાડી ચામડીના પદાધિકારીઓ તેનું કાયમી નિરાકરણ લાવતા નથી અને તેના કારણે જ ભોજક જેવા ફૂટી નીકળે છે અને કરોડોનો ભ્રષ્ટાચાર આચરે છે. વર્ષો વીતી ચુક્યા પણ અધિકારીઓની બદલી થઈ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મન મરજી મુજબ અધિકારીઓ એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ કોઈ વિભાગ એવા બાકી નથી કે જેમાં અધિકારીઓ વર્ષો સુધી એક જ હોદ્દા પર રહી અડ્ડો ના જમાવ્યો હોય. અધિકારીઓને જે તે જગ્યા જાણે કે ફાવી ગઈ હોય એમ એક જ જગ્યા પર રહી નોકરી કરી રહ્યા છે. પદાધિકારીઓ બદલીની વાતો તો જોરશોરથી કરે છે કે 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે, આ વાયદાને પણ વર્ષો વીતી ચુક્યા પણ અધિકારીઓની બદલી થતી નથી. વર્ગ 1ના 54 અને વર્ગ 2ના 100 અધિકારીઓ વર્ગ 1ના 54 અધિકારીઓ કે જે 4 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર ફરજ પર છે તો વર્ગ 2ના 100 અધિકારીઓ છે, જે 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર બેઠા છે. સૌથી વધારે ભ્રષ્ટાચારના આરોપ લાગે તે એસ્ટેટ અને TDO વિભાગ કે જેમાં હર્ષદ ભોજક પણ હતો, તે વિભાગના આસી. એસ્ટેટ અને આસી. TDO સુરેશ ભોલોવાલીયા વર્ષ 2013થી આજ વિભાગમાં છે તો એ વિભાગના અન્ય 5 અધિકારીઓ વર્ષ 2020થી અહીં જ ફરજ પર છે. અધિકારીઓનો વર્ષોથી એક જ જગ્યા પર અડિંગો AMCના નાણાં વિભાગના HOD અમીષ શાહ વર્ષ 2014થી આજ જગ્યા પર ફરજ પર છે તો BRTS અને અમૃત સરોવર વિભાગના વડા ભાવિન પંડયા વર્ષ 2017થી આજ જગ્યા પર ફરજ પર છે, વિજિલન્સ વિભાગ કે જેની ભ્રષ્ટાચારી પર લગામ કસવાની જવાબદારીઓ સૌથી વધારે હોય તેના વડા હિના ભાથાવાલા 2017થી આજ જગ્યા પર છે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂત આજ સ્થળ પર વર્ષ 2019થી અહીં ફરજ પર છે, એડી. સીટી એન્જી. ઋષિ પંડ્યા વર્ષ 2019થી ઈજનેર વિભાગમાં ફરજ પર છે. આજ વિભાગના અન્ય 5 અધિકારીઓ પણ 5કે 6 વર્ષથી આજ વિભાગમાં છે તો લાઈટ વિભાગના ક્લાસ 1ના 2 ડેપ્યુ. ઈજનેર અબ્દુલ સમદ મલ વર્ષ 2015થી તો કિરીટ ડેલોલીયા વર્ષ 2017થી આજ વિભાગમાં ફરજ પર છે. આરોગ્ય વિભાગની જવાબદારી જેના શિરે છે એ વિભાગમાં 2 ક્લાસ 1 અધિકારીઓ ભાવિન જોશી અને ભાવિન સોલંકી 2019થી આજ વિભાગમાં ફરજ પર છે તો આરોગ્ય વિભાગ હેઠળ આવતી લેબોરેટરીમાં પણ અધિકારીઓ વર્ષોથી એ જ વિભાગમાં જાણે કે અડિંગો જમાવીને બેઠા હોય તેવી સ્થિતિ છે. આ કારણે ભ્રષ્ટાચાર વધે છે મહત્વનું છે કે અધિકારીઓ એક જ સ્થળ પર વર્ષો સુધી નોકરી કરે એટલે આસપાસના સ્થાનિકો પરિસ્થિતિથી તે વાકેફ થઈ જતા હોય છે તો એ જ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પર રોફ જમાવી ચુક્યા હોય છે, ત્યારે આ પૈકીના ઘણા અધિકારીઓ વહીવટ કરવામાં પણ પાવરધા થઈ જતા હોય છે અને હર્ષદ ભોજકની માફક લાખો રૂપિયાની પ્રેક્ટિસ કરતા થઈ જાય છે અને જ્યારે પણ ભ્રષ્ટાચારના આરોપ લાગે કે પછી જનતાની ફરિયાદો વધે ત્યારે પદાધિકારીઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે કે અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ 'જેસે થે'ની થઈને રહી જાય છે અને પદાધિકારીઓએ કરેલા વાયદાઓ જાણે કે તેને જ ભુલાઈ જતા હોય એમ વાતો માત્ર વાતો જ રહે છે. આમ, AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં પરંતુ અડ્ડો જમાવ કંપની બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. એક અધિકારી એક જ સ્થળ પર વર્ષો સુધી ફરજ બજાવે છે, જેથી ઘણા અધિકારીઓમાં ન્યૂશન્સ વેલ્યુ વધે છે અને તેનો ભોગ ટેક્ષ ચૂકવનારા લોકો બનતા હોય છે.  

Ahmedabad કોર્પોરેશનમાં વર્ષોથી જમાઈગીરી ભોગવતા અધિકારીઓની બદલી ક્યારે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક જ જગ્યા પર વર્ષોથી નોકરી, AMCમાં અધિકારીઓને લીલા લહેર
  • ભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ એક જ જગ્યા પર વર્ષો સુધી નોકરી
  • પદાધિકારીઓ બદલીની વાતો તો જોરશોરથી કરે પણ અમલ નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હર્ષદ ભોજક જેવા અનેક અધિકારીઓ છે, જેની સામે ભ્રષ્ટાચારની અનેકે રાડો આવી છે. પરંતુ જાડી ચામડીના પદાધિકારીઓ તેનું કાયમી નિરાકરણ લાવતા નથી અને તેના કારણે જ ભોજક જેવા ફૂટી નીકળે છે અને કરોડોનો ભ્રષ્ટાચાર આચરે છે.

વર્ષો વીતી ચુક્યા પણ અધિકારીઓની બદલી થઈ નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મન મરજી મુજબ અધિકારીઓ એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ કોઈ વિભાગ એવા બાકી નથી કે જેમાં અધિકારીઓ વર્ષો સુધી એક જ હોદ્દા પર રહી અડ્ડો ના જમાવ્યો હોય. અધિકારીઓને જે તે જગ્યા જાણે કે ફાવી ગઈ હોય એમ એક જ જગ્યા પર રહી નોકરી કરી રહ્યા છે. પદાધિકારીઓ બદલીની વાતો તો જોરશોરથી કરે છે કે 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે, આ વાયદાને પણ વર્ષો વીતી ચુક્યા પણ અધિકારીઓની બદલી થતી નથી.

વર્ગ 1ના 54 અને વર્ગ 2ના 100 અધિકારીઓ

વર્ગ 1ના 54 અધિકારીઓ કે જે 4 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર ફરજ પર છે તો વર્ગ 2ના 100 અધિકારીઓ છે, જે 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર બેઠા છે. સૌથી વધારે ભ્રષ્ટાચારના આરોપ લાગે તે એસ્ટેટ અને TDO વિભાગ કે જેમાં હર્ષદ ભોજક પણ હતો, તે વિભાગના આસી. એસ્ટેટ અને આસી. TDO સુરેશ ભોલોવાલીયા વર્ષ 2013થી આજ વિભાગમાં છે તો એ વિભાગના અન્ય 5 અધિકારીઓ વર્ષ 2020થી અહીં જ ફરજ પર છે.

અધિકારીઓનો વર્ષોથી એક જ જગ્યા પર અડિંગો

AMCના નાણાં વિભાગના HOD અમીષ શાહ વર્ષ 2014થી આજ જગ્યા પર ફરજ પર છે તો BRTS અને અમૃત સરોવર વિભાગના વડા ભાવિન પંડયા વર્ષ 2017થી આજ જગ્યા પર ફરજ પર છે, વિજિલન્સ વિભાગ કે જેની ભ્રષ્ટાચારી પર લગામ કસવાની જવાબદારીઓ સૌથી વધારે હોય તેના વડા હિના ભાથાવાલા 2017થી આજ જગ્યા પર છે.

CNCD વિભાગના વડા નરેશ રાજપૂત આજ સ્થળ પર વર્ષ 2019થી અહીં ફરજ પર છે, એડી. સીટી એન્જી. ઋષિ પંડ્યા વર્ષ 2019થી ઈજનેર વિભાગમાં ફરજ પર છે. આજ વિભાગના અન્ય 5 અધિકારીઓ પણ 5કે 6 વર્ષથી આજ વિભાગમાં છે તો લાઈટ વિભાગના ક્લાસ 1ના 2 ડેપ્યુ. ઈજનેર અબ્દુલ સમદ મલ વર્ષ 2015થી તો કિરીટ ડેલોલીયા વર્ષ 2017થી આજ વિભાગમાં ફરજ પર છે.

આરોગ્ય વિભાગની જવાબદારી જેના શિરે છે એ વિભાગમાં 2 ક્લાસ 1 અધિકારીઓ ભાવિન જોશી અને ભાવિન સોલંકી 2019થી આજ વિભાગમાં ફરજ પર છે તો આરોગ્ય વિભાગ હેઠળ આવતી લેબોરેટરીમાં પણ અધિકારીઓ વર્ષોથી એ જ વિભાગમાં જાણે કે અડિંગો જમાવીને બેઠા હોય તેવી સ્થિતિ છે.

આ કારણે ભ્રષ્ટાચાર વધે છે

મહત્વનું છે કે અધિકારીઓ એક જ સ્થળ પર વર્ષો સુધી નોકરી કરે એટલે આસપાસના સ્થાનિકો પરિસ્થિતિથી તે વાકેફ થઈ જતા હોય છે તો એ જ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પર રોફ જમાવી ચુક્યા હોય છે, ત્યારે આ પૈકીના ઘણા અધિકારીઓ વહીવટ કરવામાં પણ પાવરધા થઈ જતા હોય છે અને હર્ષદ ભોજકની માફક લાખો રૂપિયાની પ્રેક્ટિસ કરતા થઈ જાય છે અને જ્યારે પણ ભ્રષ્ટાચારના આરોપ લાગે કે પછી જનતાની ફરિયાદો વધે ત્યારે પદાધિકારીઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે કે અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ 'જેસે થે'ની થઈને રહી જાય છે અને પદાધિકારીઓએ કરેલા વાયદાઓ જાણે કે તેને જ ભુલાઈ જતા હોય એમ વાતો માત્ર વાતો જ રહે છે.

આમ, AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં પરંતુ અડ્ડો જમાવ કંપની બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. એક અધિકારી એક જ સ્થળ પર વર્ષો સુધી ફરજ બજાવે છે, જેથી ઘણા અધિકારીઓમાં ન્યૂશન્સ વેલ્યુ વધે છે અને તેનો ભોગ ટેક્ષ ચૂકવનારા લોકો બનતા હોય છે.