Bhavnagar: માળનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા

ભંડારીયાની ગીરકંદરામા બિરાજતા માળનાથ મહાદેવ મંદિરની સ્થાપના ૬૫૦ વર્ષ પૂર્વે નગરશેઠ દ્વારા થઈ હતી આ મહિનામાં ભક્તો એકટાણું રાખી વ્રત કરતા હોય છે ભાવનગર શહેરથી 26 કી.મી. દૂર ભંડારીયાની ગીરકંદરામાં નૈસર્ગિક, રમણીય અને નયનરમ્ય માળનાથ ધામ આવેલું છે. અસંખ્ય યાત્રાળુઓનાં શ્રધ્ધાનું કેન્દ્ર માળનાથ મહાદેવની આશરે 650 વર્ષ (ઈ.વ.1354) પૂર્વે નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ માસ એ શિવભક્તિની આરાધના સેવા-પૂજન કરવાનો મહિનો ગણાતો હોઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂ માસનું અનેરૂ મહત્વ છે. દરમિયાન શિવભક્તો, શિવને રીજવવા પ્રયત્ન કરવા અનેક પ્રકારની ભક્તિ-આરાધના કરતા હોય છે. ભક્ત આ મહિનામાં એકટાણું રાખી, મૌનવ્રત રાખી કે પછી સંપૂર્ણ મહિનો એટલે કે બન્ને ટાઈમ ભૂખ્યા રહી ફક્ત ફળ કે અન્ય ફરાળી વસ્તુ આરોગી બાકી રહેતો સમય શિવજીની ભક્તિ આરાધના કરવામાં વિતાવતા હોય છે. શ્રાવણમાસમાં જ્યાં જ્યાં શિવાલય કે શંકર ભગવાનના મંદિર આવેલ છે ત્યાં આ માસમાં ભારે ભીડ જોવા મળે છે. શિવભક્તિ આમ તો દરરોજની ક્રિયા મુજબ આવા શિવમંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. પણ શ્રાવણ મહિનામાં શિવભક્તિનું અનેરૂ મહત્વ હોઈ શિવભક્તો તથા હિન્દુ ભક્તો દૂર દૂર આવેલ શિવમંદિરના દર્શને આવતા હોય છે.રાફડા પર સુરભી ગાય દૂધધારા વહેંડવાતી જોવા મળી સુરભી નામની ગાય નિત્ય સમુદ્રમાં સ્નાન કરી તરીને સામે કાંઠે આવેલ ભંડારીયાના ડુંગરમાં ચરવા જતી આ વિચિત્ર નવાઈ પમાડે તેવી ઘટનાનું સાચુ કારણ જાણવા માટે એક દિવસ ગરીબ ગોવાળ આ સુરભી ગાયની પૂંછ થોભી ગાયની સાથે ભંડારીયાનાં ડુંગર સુધી જતાં આ ગોવાળે એક વિચિત્ર ઘટના નજરે નિહાળી હતી. જે ઘટના સુરભી નામની ગાય ડુંગર પર આવેલ રાફડા પર પોતાના દુધની ધાર વહેવડાવી અભિષેક કરતી જોવા મળી હતી. આ જગ્યા વિરાકુબાનાં નામથી ઓળખાય છે. આ વિરાકુબાના જાણ નગરશેઠને થતા સૌ ગ્રામજનો અને ગોવાળ સાથે જઈ આ જગ્યાનું ખોદકામ કરતાં, દુધારા કરતી જગ્યાએથી રાફડામાંથી નાગદાદા નીકળ્યા વધારે ઉંડું ખોદવાથી ત્રણ ‘શિવાલય' મળી આવ્યા હતા. ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો મંદિરની સ્થાપના બાદ ધીરે ધીરે મંદિર જીર્ણ થતા સંવંત - 1943ના આસો સુદ-10 વિજયાદશમીને સોમવારના રોજ ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો. ત્યારબાદ નીત્યદર્શન આવતા શિવભક્તો દ્વારા માળનાથ ગ્રુપની સ્થાપના કરી ‘માળનાથ ધામ'નો વિકાસ કરવા તા. 19-01-1992નાં રોજ આ ગ્રુપ અસ્તિત્વમાં લાવી હરહંમેશ તમામ પ્રકારના વિકાસ માટે આ ગ્રુપ આજદીન સુધી પ્રયત્ન કરી ‘માળનાથ'ને એક તીર્થધામ બનાવવામાં અથાગ પ્રયત્નો કરી અંતે વિકાસ કર્યો. દિપમાળા, મહાઆરતીનું આયોજન થાય છે માળનાથ ગામમાં મહાશિવરાત્રિ, શ્રાવણમાસ, જન્માષ્ટમી, દિપાવલી, મકસંક્રાંતિ તેમજ અન્ય નાના મોટા તહેવાર તથા તિથીએ સૌ ભક્તો માળનાથ મહાદેવના દર્શને અવર-જવર કરે છે. આ મહત્વના દિવસે અહીં ભક્તો દ્વારા ‘દિપમાળા' જે મહાઆરતીના ભાગ સ્વરૂપે ખાસ આયોજન કરવામાં આવે છે. જેનું મહત્વ શિવ ભક્તોમાં અનેરૂ છે. માળનાથ મહાદેવનું મંદિર પશ્ચિમાભિમુખ આથમણી દિશામાં આવેલું છે. જેના દર્શન માત્રથી સર્વ પાપો નાશ પામે છે. માળનાથ મંદિરમાં હિન્દુ-ધાર્મિક તહેવારો દરમ્યાન દિપમાળ પ્રગટાવાય છે જે ભક્તોએ ધારેલી મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો દ્વારા માનેલ દિપમાળ કરવામાં આવે છે. સવારે આરતીનાં સમયે થતાં શંખનાદની સાથે શ્વાન પક્ષીઓ પણ જોડાઈ પોતાની ભાષામાં મીઠો કલરવ કરે છે. ડુંગર ઉપર (1) માળનાથ (2) વિરેશ્વર મહાદેવ (વીરકુબા) (3) ત્રીજી અલૌકિક શિવલીંગ કે જેની જાણ નથી તે હાલ બીરાજમાન છે.

Bhavnagar: માળનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભંડારીયાની ગીરકંદરામા બિરાજતા માળનાથ મહાદેવ
  • મંદિરની સ્થાપના ૬૫૦ વર્ષ પૂર્વે નગરશેઠ દ્વારા થઈ હતી
  • આ મહિનામાં ભક્તો એકટાણું રાખી વ્રત કરતા હોય છે

ભાવનગર શહેરથી 26 કી.મી. દૂર ભંડારીયાની ગીરકંદરામાં નૈસર્ગિક, રમણીય અને નયનરમ્ય માળનાથ ધામ આવેલું છે. અસંખ્ય યાત્રાળુઓનાં શ્રધ્ધાનું કેન્દ્ર માળનાથ મહાદેવની આશરે 650 વર્ષ (ઈ.વ.1354) પૂર્વે નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.


શ્રાવણ માસ એ શિવભક્તિની આરાધના સેવા-પૂજન કરવાનો મહિનો ગણાતો હોઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂ માસનું અનેરૂ મહત્વ છે. દરમિયાન શિવભક્તો, શિવને રીજવવા પ્રયત્ન કરવા અનેક પ્રકારની ભક્તિ-આરાધના કરતા હોય છે. ભક્ત આ મહિનામાં એકટાણું રાખી, મૌનવ્રત રાખી કે પછી સંપૂર્ણ મહિનો એટલે કે બન્ને ટાઈમ ભૂખ્યા રહી ફક્ત ફળ કે અન્ય ફરાળી વસ્તુ આરોગી બાકી રહેતો સમય શિવજીની ભક્તિ આરાધના કરવામાં વિતાવતા હોય છે. શ્રાવણમાસમાં જ્યાં જ્યાં શિવાલય કે શંકર ભગવાનના મંદિર આવેલ છે ત્યાં આ માસમાં ભારે ભીડ જોવા મળે છે. શિવભક્તિ આમ તો દરરોજની ક્રિયા મુજબ આવા શિવમંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. પણ શ્રાવણ મહિનામાં શિવભક્તિનું અનેરૂ મહત્વ હોઈ શિવભક્તો તથા હિન્દુ ભક્તો દૂર દૂર આવેલ શિવમંદિરના દર્શને આવતા હોય છે.


રાફડા પર સુરભી ગાય દૂધધારા વહેંડવાતી જોવા મળી

સુરભી નામની ગાય નિત્ય સમુદ્રમાં સ્નાન કરી તરીને સામે કાંઠે આવેલ ભંડારીયાના ડુંગરમાં ચરવા જતી આ વિચિત્ર નવાઈ પમાડે તેવી ઘટનાનું સાચુ કારણ જાણવા માટે એક દિવસ ગરીબ ગોવાળ આ સુરભી ગાયની પૂંછ થોભી ગાયની સાથે ભંડારીયાનાં ડુંગર સુધી જતાં આ ગોવાળે એક વિચિત્ર ઘટના નજરે નિહાળી હતી. જે ઘટના સુરભી નામની ગાય ડુંગર પર આવેલ રાફડા પર પોતાના દુધની ધાર વહેવડાવી અભિષેક કરતી જોવા મળી હતી. આ જગ્યા વિરાકુબાનાં નામથી ઓળખાય છે. આ વિરાકુબાના જાણ નગરશેઠને થતા સૌ ગ્રામજનો અને ગોવાળ સાથે જઈ આ જગ્યાનું ખોદકામ કરતાં, દુધારા કરતી જગ્યાએથી રાફડામાંથી નાગદાદા નીકળ્યા વધારે ઉંડું ખોદવાથી ત્રણ ‘શિવાલય' મળી આવ્યા હતા.

ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો

મંદિરની સ્થાપના બાદ ધીરે ધીરે મંદિર જીર્ણ થતા સંવંત - 1943ના આસો સુદ-10 વિજયાદશમીને સોમવારના રોજ ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો. ત્યારબાદ નીત્યદર્શન આવતા શિવભક્તો દ્વારા માળનાથ ગ્રુપની સ્થાપના કરી ‘માળનાથ ધામ'નો વિકાસ કરવા તા. 19-01-1992નાં રોજ આ ગ્રુપ અસ્તિત્વમાં લાવી હરહંમેશ તમામ પ્રકારના વિકાસ માટે આ ગ્રુપ આજદીન સુધી પ્રયત્ન કરી ‘માળનાથ'ને એક તીર્થધામ બનાવવામાં અથાગ પ્રયત્નો કરી અંતે વિકાસ કર્યો.


દિપમાળા, મહાઆરતીનું આયોજન થાય છે

માળનાથ ગામમાં મહાશિવરાત્રિ, શ્રાવણમાસ, જન્માષ્ટમી, દિપાવલી, મકસંક્રાંતિ તેમજ અન્ય નાના મોટા તહેવાર તથા તિથીએ સૌ ભક્તો માળનાથ મહાદેવના દર્શને અવર-જવર કરે છે. આ મહત્વના દિવસે અહીં ભક્તો દ્વારા ‘દિપમાળા' જે મહાઆરતીના ભાગ સ્વરૂપે ખાસ આયોજન કરવામાં આવે છે.

જેનું મહત્વ શિવ ભક્તોમાં અનેરૂ છે.

માળનાથ મહાદેવનું મંદિર પશ્ચિમાભિમુખ આથમણી દિશામાં આવેલું છે. જેના દર્શન માત્રથી સર્વ પાપો નાશ પામે છે. માળનાથ મંદિરમાં હિન્દુ-ધાર્મિક તહેવારો દરમ્યાન દિપમાળ પ્રગટાવાય છે જે ભક્તોએ ધારેલી મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો દ્વારા માનેલ દિપમાળ કરવામાં આવે છે. સવારે આરતીનાં સમયે થતાં શંખનાદની સાથે શ્વાન પક્ષીઓ પણ જોડાઈ પોતાની ભાષામાં મીઠો કલરવ કરે છે. ડુંગર ઉપર (1) માળનાથ (2) વિરેશ્વર મહાદેવ (વીરકુબા) (3) ત્રીજી અલૌકિક શિવલીંગ કે જેની જાણ નથી તે હાલ બીરાજમાન છે.