દહેગામમાં ૩, પાટનગરમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો

જિલ્લામાં મેઘરાજા મહેરબાન : હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલેમાણસામાં દોઢ,તો કલોલ તાલુકા પંથકમાં અડધો  ઇંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતરગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની અવિરત ગતિ હજુ પણ ચાલુ રહ્યું હોય તે પ્રકારે શુક્રવારે જિલ્લામાં  વરસાદ પડયો હતો. તો બપોરે શરૃ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ દિવસ દરમિયાન રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ  વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ  દહેગામમાં ત્રણ, માણસામાં દોઢ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથેસાથે સતત પડી રહેલા વરસાદથી ભુવા પડી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા  હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારે બપોરના સમયે  વરસાદ પડયો હતો. બીજી તરફ  ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જે અંતર્ગત છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે.તો દહેગામ,માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ત્યારે આ વરસાદની અવિરત ગતિ શુક્રવારે ચાલુ રહી હતી.તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ શુક્રવારે  ઉકલાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે વરસાદ પડયો છે.તો દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે માણસા તાલુકામાં પોણા બે ઇંચથી વધુ અને ગાંધીનગર તાલુકામાં એક ઇંચ વરસાદ પડયો છે. શુક્રવારે બપોરના સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે અને સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા  પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા.ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી.તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દહેગામમાં ૩, પાટનગરમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જિલ્લામાં મેઘરાજા મહેરબાન : હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે

માણસામાં દોઢ,તો કલોલ તાલુકા પંથકમાં અડધો  ઇંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની અવિરત ગતિ હજુ પણ ચાલુ રહ્યું હોય તે પ્રકારે શુક્રવારે જિલ્લામાં  વરસાદ પડયો હતો. તો બપોરે શરૃ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ દિવસ દરમિયાન રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ  વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ  દહેગામમાં ત્રણ, માણસામાં દોઢ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથેસાથે સતત પડી રહેલા વરસાદથી ભુવા પડી રહ્યા છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા  હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારે બપોરના સમયે  વરસાદ પડયો હતો. બીજી તરફ  ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જે અંતર્ગત છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે.તો દહેગામ,માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ત્યારે આ વરસાદની અવિરત ગતિ શુક્રવારે ચાલુ રહી હતી.તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ શુક્રવારે  ઉકલાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે વરસાદ પડયો છે.તો દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે માણસા તાલુકામાં પોણા બે ઇંચથી વધુ અને ગાંધીનગર તાલુકામાં એક ઇંચ વરસાદ પડયો છે. શુક્રવારે બપોરના સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે અને સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા  પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા.ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી.તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.