તું ચારિત્ર્ય હીન છે ઘરમાંથી નીકળી જા બીજી પત્ની મળી જશે કહી મારતાં મહિલાનો પિયરમાં આશરો
અમદાવાદ,શુક્રવાર ગૃહકલેશના કારણે નરોડામાં રહેતી મહિલાનો લગ્નના નવ વર્ષ બાદ ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીના જન્મથી નારાજ સાસરીયાએ મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ વર્તાવવાનો શરુ કર્યો હતો એટલું જ નહી ચારિત્ર્યની શંકા રાખીને મહિલાને માર મારતા અને બીજી પત્ની મળી જશે કહીને જીવવું ઝેર કરી દીધું હતું. જેથી કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલા પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ તેડી જવાની ના પાડી દીધી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દિકરાના જન્મથી નારાજ સાસરિયાનો માનસિક શારિરીક ત્રાસ વર્તાવ્યો પિયપરમાંથી બે લાખ લાવીને આપ્યા બાદ પણ રાખવાનો ઇન્કાર કર્યોનરોડા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા મહિના સુધી સારી રીતે રાખતા હતા બે વર્ષ પછી દીકરીના જન્મથી નારાજ થઇને સાસરિયા દ્વારા ઘર કામ બાબતે તકરાર કરીને માનિસિક શારિરીક ત્રાસ આપતા હતા.એટલું જ નહી સાસુ તથા નણંદ તું ચારિત્ર્યહીન છે તું ઘરમાંથી નીકળી જા મારા ભાઇને બીજી પત્ની મળી જશે તેમ કહીને મારઝૂડ કરતા હતા તથા મકાન માટે રૃપિયાની માંગણી કરતા મહિલા પિયરમાંથી બે લાખ લાવીને આપ્યા હતા તેમ છતાં અસહ્ય ત્રાસ આપતાં કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલાં સંતાનો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યારબાદ તેડી જવાની અને રાખવાની ના પાડી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
ગૃહકલેશના કારણે નરોડામાં રહેતી મહિલાનો લગ્નના નવ વર્ષ બાદ ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીના જન્મથી નારાજ સાસરીયાએ મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ વર્તાવવાનો શરુ કર્યો હતો એટલું જ નહી ચારિત્ર્યની શંકા રાખીને મહિલાને માર મારતા અને બીજી પત્ની મળી જશે કહીને જીવવું ઝેર કરી દીધું હતું. જેથી કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલા પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ તેડી જવાની ના પાડી દીધી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરાના જન્મથી નારાજ સાસરિયાનો માનસિક શારિરીક ત્રાસ વર્તાવ્યો પિયપરમાંથી બે લાખ લાવીને આપ્યા બાદ પણ રાખવાનો ઇન્કાર કર્યો
નરોડા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા મહિના સુધી સારી રીતે રાખતા હતા બે વર્ષ પછી દીકરીના જન્મથી નારાજ થઇને સાસરિયા દ્વારા ઘર કામ બાબતે તકરાર કરીને માનિસિક શારિરીક ત્રાસ આપતા હતા.
એટલું જ નહી સાસુ તથા નણંદ તું ચારિત્ર્યહીન છે તું ઘરમાંથી નીકળી જા મારા ભાઇને બીજી પત્ની મળી જશે તેમ કહીને મારઝૂડ કરતા હતા તથા મકાન માટે રૃપિયાની માંગણી કરતા મહિલા પિયરમાંથી બે લાખ લાવીને આપ્યા હતા તેમ છતાં અસહ્ય ત્રાસ આપતાં કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલાં સંતાનો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યારબાદ તેડી જવાની અને રાખવાની ના પાડી દીધી હતી.