Bharuchમાં શિક્ષિકાના પતિએ ઘરે બોલાવી વિધાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, વાંચો ફુલ Story

ભરૂચની પ્રતિષ્ઠિત એક સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે,જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે. આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નવેમ્બર અને ડિસેમ્બરમાં બની ઘટના ફરિયાદ અનુસાર, આ ઘટના 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ બની હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે એસસીએસટી સેલના ડીવાયએસપી ડો અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મ અને આરોપી ફિલિપ ઉર્ફે રોનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે,આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોનો ગુનો પણ નોંધાયો હતો.જેમાંઆરોપી ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની અને તેની મિત્ર ડીમ્પલ વિક્રમસિંહ કુંપાવતનાઓએ ભરૂચની એક વિધવા મહિલાના સંપર્કમાં આવ્યા હતા.બંનેયે વિધવાની એકલતાનો લાભ ઉઠાવી અવાર-નવાર તેના ઘરે આવીને વિશ્વાસ કેળવ્યો હતો. વિધવાનો પતિ રેલ્વેમાં નોકરી કરતો હતો.જેથી તેની પાસે તેના રૂપિયા હોવાની માહિતી બંનેય આરોપીઓને હતી. આરોપી ગનાહિત ઈતિહાસ ધરાવે છે વિધવાને તેનો પતિનું મરણ અને સગા વ્હાલાઓ પણ ગુજરી ગયા હોવાનું જણાવી તેમના આત્માને મોક્ષ આપવવા વિધિ કરવા જણાવી વિશ્વાસમાં લીધી હતી.જેથી આરોપી રોની તેના ઘરમાં ધૂપબત્તી કરીને વિધિ કરવાના ઢોંગ પણ કરતો હતો.એક દિવસ તેણે વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફી પીણું પિવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો.બંનેય આરોપીઓએ વિધવાને વિધિના બહાને દમણ લઈ જઈને ત્યાં પણ કેફી પીણું પિવાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય તેની પાસેથી રૂ.33.34 લાખની છેતરપીંડીની ફરિયાદ પણ નોંધાઈ છે.  

Bharuchમાં શિક્ષિકાના પતિએ ઘરે બોલાવી વિધાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, વાંચો ફુલ Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચની પ્રતિષ્ઠિત એક સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે,જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે. આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

નવેમ્બર અને ડિસેમ્બરમાં બની ઘટના

ફરિયાદ અનુસાર, આ ઘટના 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ બની હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે એસસીએસટી સેલના ડીવાયએસપી ડો અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મ અને આરોપી ફિલિપ ઉર્ફે રોનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે,આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો

એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોનો ગુનો પણ નોંધાયો હતો.જેમાંઆરોપી ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની અને તેની મિત્ર ડીમ્પલ વિક્રમસિંહ કુંપાવતનાઓએ ભરૂચની એક વિધવા મહિલાના સંપર્કમાં આવ્યા હતા.બંનેયે વિધવાની એકલતાનો લાભ ઉઠાવી અવાર-નવાર તેના ઘરે આવીને વિશ્વાસ કેળવ્યો હતો. વિધવાનો પતિ રેલ્વેમાં નોકરી કરતો હતો.જેથી તેની પાસે તેના રૂપિયા હોવાની માહિતી બંનેય આરોપીઓને હતી.

આરોપી ગનાહિત ઈતિહાસ ધરાવે છે

વિધવાને તેનો પતિનું મરણ અને સગા વ્હાલાઓ પણ ગુજરી ગયા હોવાનું જણાવી તેમના આત્માને મોક્ષ આપવવા વિધિ કરવા જણાવી વિશ્વાસમાં લીધી હતી.જેથી આરોપી રોની તેના ઘરમાં ધૂપબત્તી કરીને વિધિ કરવાના ઢોંગ પણ કરતો હતો.એક દિવસ તેણે વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફી પીણું પિવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો.બંનેય આરોપીઓએ વિધવાને વિધિના બહાને દમણ લઈ જઈને ત્યાં પણ કેફી પીણું પિવાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય તેની પાસેથી રૂ.33.34 લાખની છેતરપીંડીની ફરિયાદ પણ નોંધાઈ છે.