Agriculture News: ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરાશે

Oct 14, 2025 - 20:30
Agriculture News: ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૩૬૯ પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૩૮૯/ક્વિ.,મકાઈ માટે રૂ.૨,૪૦૦/ક્વિ.,બાજરી માટે રૂ.૨,૭૭૫ પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ.૩,૬૯૯/ક્વિ , જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/ક્વિ (બોનસ રૂ.૩૦૦/ક્વિ) તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/ક્વિ.નિયત કરવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ૩૧ ઓક્ટોબરસુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. આ માટે નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન વડે નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા (જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સાથે લાવવાની રહેશે.

ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત

ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, આથી સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી આ નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ નિગમની યાદીમાં જણાવ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0