સ્ટેટ સાયબર ક્રાઇમના રીફંડ યુનિટે વૃદ્ધને રૂપિયા ૩૫ લાખ પરત અપાવ્યા

અમદાવાદ,બુધવારઅમદાવાદમાં રહેતા ૬૬ વર્ષીય સિનિયર સિટીઝનને ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ દ્વારા કોલ કરીને તેમના એકાઉન્ટ આતંકીઓ માટેનું ફંડ આવ્યું હોવાનું કહીને ૪૭.૬૨ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. જે પૈકી  સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ૩૫ લાખની રૂપિયા સિનિયર સિટીઝનને  જેટલી રકમ પરત આપવામાં આવી છે. છેતરપિંડીના ભોગ બનેલા સિનિયર સિટીઝને તાત્કાલિક સાયબર ક્રાઇમની હેલ્પ લાઇન પર કોલ કરતા પોલીસે ઝડપથી કાર્યવાહી કરીેને છેતરપિંડીમાં ગયેલા નાણાં બ્લોક કરાવતા પોલીસને સફળતા મળી હતી. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને અજાણ્યા નંબરથી ફેડેક્સ પાર્સલના નામે કોલ આવ્યો હતો. જેમાં શંકા પાસપોર્ટ અને ડ્ગ્સ હોવાનું કહ્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાં આતંકીઓના નાણાંના વ્યવહાર થયા વિગતો આપીને વિડીયો કોલ કરીને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટની રકમ અને અન્ય રોકાણના નાણાં મળીને કુલ રૂપિયા ૪૭.૬૨ લાખ વેરીફિકેશન માટે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.આ દરમિયાન તેમને સ્કાય પેથી લોગઇન કરાવીને મુંબઇ પોલીસના નામે ડીજીટલ અરેસ્ટ પણ કરાયા હતા. જો કે નાણાં મળ્યા બાદ ફોન કટ કરી દેવાયો હતો. જેથી સિનિયર સિટીઝને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦ પર કોલ કર્યો હતો. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે છેતરપિંડીમાં ગયેલી કુલ રકમ પૈકી ૩૫ લાખ રૂપિયાની રકમ બ્લોક કરાવી હતી.  જે નાણાં તેમને ઝડપથી પરત મળે તે માટે  ૧૮ જુલાઇએ કામગીરી કરી હતી. જેમાં કોર્ટે નાણાં તેમના ેએકાઉન્ટમાં પરત જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. જેના આધારે બેંકોને જાણ કરવામાં આવી હતી અને બીજી સપ્ટેમ્બરના રોજ ૩૫ લાખની રકમ સિનિયર સિટીઝનને પરત મળી હતી.  આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમના એસ પી બી એમ ટાંકે જણાવ્યું કે  ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ પોલીસના નામે કે અન્ય ફેડેક્સ કુરિયરના નામે કોલ કરે ત્યારે ડરી જવાનો બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઇએ. સાથેસાથે  જો કદાચ છેતરપિંડી કરીને નાણાં પડાવી લેવામાં આવે તો તાત્કાલિક સાયબર ક્રાઇમ  હેલ્પ લાઇન ૧૯૩૦ પર કરવો. જેથી ઝડપથી છેતરપિંડીમાં ગયેલી વધુમાં વધુ રકમ બ્લોક કરી શકાય.

સ્ટેટ સાયબર ક્રાઇમના રીફંડ યુનિટે વૃદ્ધને રૂપિયા ૩૫ લાખ પરત અપાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

અમદાવાદમાં રહેતા ૬૬ વર્ષીય સિનિયર સિટીઝનને ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ દ્વારા કોલ કરીને તેમના એકાઉન્ટ આતંકીઓ માટેનું ફંડ આવ્યું હોવાનું કહીને ૪૭.૬૨ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. જે પૈકી  સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ૩૫ લાખની રૂપિયા સિનિયર સિટીઝનને  જેટલી રકમ પરત આપવામાં આવી છે. છેતરપિંડીના ભોગ બનેલા સિનિયર સિટીઝને તાત્કાલિક સાયબર ક્રાઇમની હેલ્પ લાઇન પર કોલ કરતા પોલીસે ઝડપથી કાર્યવાહી કરીેને છેતરપિંડીમાં ગયેલા નાણાં બ્લોક કરાવતા પોલીસને સફળતા મળી હતી. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને અજાણ્યા નંબરથી ફેડેક્સ પાર્સલના નામે કોલ આવ્યો હતો. જેમાં શંકા પાસપોર્ટ અને ડ્ગ્સ હોવાનું કહ્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાં આતંકીઓના નાણાંના વ્યવહાર થયા વિગતો આપીને વિડીયો કોલ કરીને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટની રકમ અને અન્ય રોકાણના નાણાં મળીને કુલ રૂપિયા ૪૭.૬૨ લાખ વેરીફિકેશન માટે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.આ દરમિયાન તેમને સ્કાય પેથી લોગઇન કરાવીને મુંબઇ પોલીસના નામે ડીજીટલ અરેસ્ટ પણ કરાયા હતા. જો કે નાણાં મળ્યા બાદ ફોન કટ કરી દેવાયો હતો. જેથી સિનિયર સિટીઝને તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦ પર કોલ કર્યો હતો. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે છેતરપિંડીમાં ગયેલી કુલ રકમ પૈકી ૩૫ લાખ રૂપિયાની રકમ બ્લોક કરાવી હતી.  જે નાણાં તેમને ઝડપથી પરત મળે તે માટે  ૧૮ જુલાઇએ કામગીરી કરી હતી. જેમાં કોર્ટે નાણાં તેમના ેએકાઉન્ટમાં પરત જમા કરાવવા માટે આદેશ કર્યો હતો.

જેના આધારે બેંકોને જાણ કરવામાં આવી હતી અને બીજી સપ્ટેમ્બરના રોજ ૩૫ લાખની રકમ સિનિયર સિટીઝનને પરત મળી હતી.  આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમના એસ પી બી એમ ટાંકે જણાવ્યું કે  ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ પોલીસના નામે કે અન્ય ફેડેક્સ કુરિયરના નામે કોલ કરે ત્યારે ડરી જવાનો બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઇએ. સાથેસાથે  જો કદાચ છેતરપિંડી કરીને નાણાં પડાવી લેવામાં આવે તો તાત્કાલિક સાયબર ક્રાઇમ  હેલ્પ લાઇન ૧૯૩૦ પર કરવો. જેથી ઝડપથી છેતરપિંડીમાં ગયેલી વધુમાં વધુ રકમ બ્લોક કરી શકાય.