Mehsanaના જોટાણાના ભટાસણની પ્રાથમિક શાળામાં વિધાર્થીઓના ભણતરનું બેસણું ?
મહેસાણાના જોટાણાના ભટાસણ ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં વિધાર્થીઓ ચાલુ શાળાએ બેસણના જમણવારમાં પિરસતા દેખાઈ રહ્યાં છે,ત્યારે સવાલ એમ થાય છે કે શું બાળકો શાળામાં ભણવા માટે આવે છે કે પિરસવા માટે આવે છે તે એક સવાલ છે.શું શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કોઈ ? જોટાણાના ભટાસણ ગામની શાળા જોટાણાના ભટાસણ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે,પ્રાથમિક શાળામાં બેસણાનો જમણવાર રખાતા વિવાદ સર્જાયો છે.ચાલુ શાળાએ જમણવાર રાખતા શિક્ષણ કાર્ય બગડ્યું છે તેમજ વિધાર્થીઓને જમણવારમાં પીરસવા માટે ઉભા રાખ્યા છે.ગામમાં એક વૃદ્ધનું મોત થતા રાખ્યો હતો જમણવાર.ત્યારે બાળકો ચાલુ શાળાએ ભણતર છોડીને પિરસવા લાગી જતા ગામના વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો,એક કલાક કરતા વધુનો સમય બાળકોનો બગડયો હતો. કોની પરમિશનથી પિરસતા હતા બાળકો ?શાળામાં બાળકો ભણવા આવે છે ના તો કોઈ કામ કરવા આવે છે,ત્યારે બાળકો ભણવાનું છોડીને પિરસવા લાગ્યા હતા,શું શાળાના આચાર્યને આ બાબતની જાણ ન હતી ? અને જાણ હોય તો પછી કેમ પિરસવા માટે મોકલવામાં આવ્યા અને શાળા ચાલુ હોય ત્યારે શાળાના કંમ્પાઉન્ડમાં જમણવાર યોજવાની પરમિશન કોણે આપી આ સવાલ સંદેશ ન્યૂઝના છે અને આચાર્ય આ બાબતનો ખુલાસો કરે તેવી આશા રાખી રહ્યાં છીએ,ત્યારે ગામડાના બાળકોને ભણાવો અને આચાર્ય આવી મોટી ભૂલ ના કરો. જમણવાર કરનાર પણ કંઈ બોલ્યા નહી ? જે શાળામાં આ જમણવાર રાખવામાં આવ્યો હતો તે ઘરના સભ્યોને પણ નહી ખબર પડતી હોય કે શાળાના બાળકોને પિરસવા માટે ના બોલાવાય ત્યારે જો અમને સવાલો અને વિચાર આવતા હોય તો સામે વાળાને કેમ નથી આવતા,શિક્ષણ વિભાગ આ શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે,નહીતર એક નહી અનેકવાર શાળાના બાળકો ભોજન પિરસતા જોવા મળે તો નવાઈ નહી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના જોટાણાના ભટાસણ ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં વિધાર્થીઓ ચાલુ શાળાએ બેસણના જમણવારમાં પિરસતા દેખાઈ રહ્યાં છે,ત્યારે સવાલ એમ થાય છે કે શું બાળકો શાળામાં ભણવા માટે આવે છે કે પિરસવા માટે આવે છે તે એક સવાલ છે.શું શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કોઈ ?
જોટાણાના ભટાસણ ગામની શાળા
જોટાણાના ભટાસણ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે,પ્રાથમિક શાળામાં બેસણાનો જમણવાર રખાતા વિવાદ સર્જાયો છે.ચાલુ શાળાએ જમણવાર રાખતા શિક્ષણ કાર્ય બગડ્યું છે તેમજ વિધાર્થીઓને જમણવારમાં પીરસવા માટે ઉભા રાખ્યા છે.ગામમાં એક વૃદ્ધનું મોત થતા રાખ્યો હતો જમણવાર.ત્યારે બાળકો ચાલુ શાળાએ ભણતર છોડીને પિરસવા લાગી જતા ગામના વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો,એક કલાક કરતા વધુનો સમય બાળકોનો બગડયો હતો.
કોની પરમિશનથી પિરસતા હતા બાળકો ?
શાળામાં બાળકો ભણવા આવે છે ના તો કોઈ કામ કરવા આવે છે,ત્યારે બાળકો ભણવાનું છોડીને પિરસવા લાગ્યા હતા,શું શાળાના આચાર્યને આ બાબતની જાણ ન હતી ? અને જાણ હોય તો પછી કેમ પિરસવા માટે મોકલવામાં આવ્યા અને શાળા ચાલુ હોય ત્યારે શાળાના કંમ્પાઉન્ડમાં જમણવાર યોજવાની પરમિશન કોણે આપી આ સવાલ સંદેશ ન્યૂઝના છે અને આચાર્ય આ બાબતનો ખુલાસો કરે તેવી આશા રાખી રહ્યાં છીએ,ત્યારે ગામડાના બાળકોને ભણાવો અને આચાર્ય આવી મોટી ભૂલ ના કરો.
જમણવાર કરનાર પણ કંઈ બોલ્યા નહી ?
જે શાળામાં આ જમણવાર રાખવામાં આવ્યો હતો તે ઘરના સભ્યોને પણ નહી ખબર પડતી હોય કે શાળાના બાળકોને પિરસવા માટે ના બોલાવાય ત્યારે જો અમને સવાલો અને વિચાર આવતા હોય તો સામે વાળાને કેમ નથી આવતા,શિક્ષણ વિભાગ આ શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે,નહીતર એક નહી અનેકવાર શાળાના બાળકો ભોજન પિરસતા જોવા મળે તો નવાઈ નહી.