Vadodaraના માંજલપુરનું અતિથિગૃહ બન્યું "અસુવિધા ગૃહ", વાંચો Special Story

હાલ લગ્નસરાની સિઝન ચાલે છે એવામાં અતિથિગૃહ જ મધ્યમવર્ગીય માટે એક વિકલ્પ હોય છે.પરંતુ વડોદરાનું માંજલપુર અતિથિગૃહ લોકો માટે અસુવિધા ગૃહ વધુ બની રહ્યું છે.અહીંયા કોઈ પાયાની સુવિધા નહી મળતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે,તો બીજી તરફ જેના ઘરે પ્રસંગ હોય તેને જ બધી વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. મધ્યમવર્ગીય પરિવાર ચિંતામાં મધ્યમવર્ગીય પરિવાર માટે લગ્નનો ખર્ચ કાઢવો એ જાણે એક જન્મ પૂરો કરવા બરાબર હોય છે.પાર્ટી પ્લોટના લાખોમાં ભાવ પોષાય તેવા હોતા નથી જેથી મધ્યમવર્ગીય પરિવાર માટે અતિથિગૃહ જ એક વિકલ્પ હોય છે.મહિનાઓ અગાઉ જ પરિવાર અતિથિગૃહ બુક કરી લે છે પરંતુ ત્યાં સુવિધાઓ ન હોય તો પણ મજબૂરી ને લઈને અહીં લગ્ન કરવા પડે.આવી જ સ્થિતિ છે માંજલપુર અતિથિગૃહની.આ અતિથિગૃહનું ભાડું 28 હજાર રૂપિયા છે.પરંતુ તેની સામે સુવિધા કરતા અસુવિધા વધુ છે. ગેસ લાઈનનું મીટર પણ બકવાસ અહીં ગેસ લાઈનનું મીટર છે લાઈન પણ છે પરંતુ ગેસ કનેક્શન ન અપાતા લગ્ન માટે બુક કરાવનારે 8 થી 10 હજાર વધુ ના ખર્ચી ગેસ ના બોટલ ખરીદવા પડે છે.આટલું જ નહીં અતિથિગૃહ માં રસોડા પર આવેલ ચીમની ના પંખાઓમાં લાઈટ કનેક્શન નથી.એલોજન ચલાવવા માટે પણ થ્રિ ફેજ જોઈએ જેને બદલે સિંગલ ફેઝ છે જેથી ભારે લોડના સાધનો ચાલતા નથી.એટલે સ્વાભાવિક પણે બુક કરાવનારે જનરેટર ભાડે લેવા પડે.અહીં લગાવેલ ફાયર સેફટીના સાધનોની એકસપાયરી ડેટ પણ પૂર્ણ થયે 6 મહિના થયા છે. આંદોલનની ઉચ્ચારી ચિમકી અને આ અસુવિધાની કબૂલાત અતિથિગૃહના સંચાલક અજયભાઈ જાતે કરી રહ્યા છે.તેઓ કહે છે રજુઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી.28 હજાર માં ફક્ત ચાર દીવાલો વચ્ચેનો હોલ મળે છે બીજી કોઈ સુવિધા નથી.પીવાના પાણી ન કુલર પણ બંધ હાલતમાં છે.પાછું ઓનલાઈન બુકીંગ હોવાથી તકલીફ પડે છે.અને ઓફલાઇન બુકીંગ પછી પણ સુવિધા ન હોવાથી હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી રહી છે. 

Vadodaraના માંજલપુરનું  અતિથિગૃહ બન્યું "અસુવિધા ગૃહ", વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ લગ્નસરાની સિઝન ચાલે છે એવામાં અતિથિગૃહ જ મધ્યમવર્ગીય માટે એક વિકલ્પ હોય છે.પરંતુ વડોદરાનું માંજલપુર અતિથિગૃહ લોકો માટે અસુવિધા ગૃહ વધુ બની રહ્યું છે.અહીંયા કોઈ પાયાની સુવિધા નહી મળતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે,તો બીજી તરફ જેના ઘરે પ્રસંગ હોય તેને જ બધી વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.

મધ્યમવર્ગીય પરિવાર ચિંતામાં

મધ્યમવર્ગીય પરિવાર માટે લગ્નનો ખર્ચ કાઢવો એ જાણે એક જન્મ પૂરો કરવા બરાબર હોય છે.પાર્ટી પ્લોટના લાખોમાં ભાવ પોષાય તેવા હોતા નથી જેથી મધ્યમવર્ગીય પરિવાર માટે અતિથિગૃહ જ એક વિકલ્પ હોય છે.મહિનાઓ અગાઉ જ પરિવાર અતિથિગૃહ બુક કરી લે છે પરંતુ ત્યાં સુવિધાઓ ન હોય તો પણ મજબૂરી ને લઈને અહીં લગ્ન કરવા પડે.આવી જ સ્થિતિ છે માંજલપુર અતિથિગૃહની.આ અતિથિગૃહનું ભાડું 28 હજાર રૂપિયા છે.પરંતુ તેની સામે સુવિધા કરતા અસુવિધા વધુ છે.


ગેસ લાઈનનું મીટર પણ બકવાસ

અહીં ગેસ લાઈનનું મીટર છે લાઈન પણ છે પરંતુ ગેસ કનેક્શન ન અપાતા લગ્ન માટે બુક કરાવનારે 8 થી 10 હજાર વધુ ના ખર્ચી ગેસ ના બોટલ ખરીદવા પડે છે.આટલું જ નહીં અતિથિગૃહ માં રસોડા પર આવેલ ચીમની ના પંખાઓમાં લાઈટ કનેક્શન નથી.એલોજન ચલાવવા માટે પણ થ્રિ ફેજ જોઈએ જેને બદલે સિંગલ ફેઝ છે જેથી ભારે લોડના સાધનો ચાલતા નથી.એટલે સ્વાભાવિક પણે બુક કરાવનારે જનરેટર ભાડે લેવા પડે.અહીં લગાવેલ ફાયર સેફટીના સાધનોની એકસપાયરી ડેટ પણ પૂર્ણ થયે 6 મહિના થયા છે.

આંદોલનની ઉચ્ચારી ચિમકી

અને આ અસુવિધાની કબૂલાત અતિથિગૃહના સંચાલક અજયભાઈ જાતે કરી રહ્યા છે.તેઓ કહે છે રજુઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી.28 હજાર માં ફક્ત ચાર દીવાલો વચ્ચેનો હોલ મળે છે બીજી કોઈ સુવિધા નથી.પીવાના પાણી ન કુલર પણ બંધ હાલતમાં છે.પાછું ઓનલાઈન બુકીંગ હોવાથી તકલીફ પડે છે.અને ઓફલાઇન બુકીંગ પછી પણ સુવિધા ન હોવાથી હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી રહી છે.