સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતમાં મેઘમહેર: લોધિકામાં બે જ કલાકમાં જળબંબાકાર, IMDની હજુ પણ સાત દિવસની આગાહી

Gujarat Rain Update: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવાય આજે દસક્રોઈમાં 22 મિમી, કચ્છમાં ભચાઉમાં 20 મિમી, બનાસકાંઠાના વડગામમાં 17 મિમી, સાબરકાંઠાના વિજયનગરમાં 15 મિમી, જૂનાગઢના વિસાવદારમાં 15 મિમી અને ખેડાના મહુવામાં 15મિમી, ખેડાના માતરમાં 59 મીમી, ખેડામાં 55 મિમી આણંદના તારાપુરમાં 44 મીમી અને આણંદના નડિયાદમાં 35 મિમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી, ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેરરાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ધોરાજીના તોરણીયા, જમનાવડ, પીપળીયા, મોટીમારડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે જગતનો તાત ખુશ જોવા મળ્યો હતો. લોધિકામાં બે જ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદઆજે દિવસ દરમિયાન 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ પોણા 4 ઈંચ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6ના છેલ્લા 2 કલાકના સમયગાળા દરમિયાન જ આટલો વરસાદ ખાબક્યો છે.અન્ય તાલુકામાં વરસાદના આંકડાઆજે છેલ્લા બે કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી લોધિકા ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં સવા 3 ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા 2 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં પોણા 2 ઈંચ, કચ્છના અબડાસામાં અને મોરબીના માળિયામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતમાં મેઘમહેર: લોધિકામાં બે જ કલાકમાં જળબંબાકાર, IMDની હજુ પણ સાત દિવસની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain

Gujarat Rain Update: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવાય આજે દસક્રોઈમાં 22 મિમી, કચ્છમાં ભચાઉમાં 20 મિમી, બનાસકાંઠાના વડગામમાં 17 મિમી, સાબરકાંઠાના વિજયનગરમાં 15 મિમી, જૂનાગઢના વિસાવદારમાં 15 મિમી અને ખેડાના મહુવામાં 15મિમી, ખેડાના માતરમાં 59 મીમી, ખેડામાં 55 મિમી આણંદના તારાપુરમાં 44 મીમી અને આણંદના નડિયાદમાં 35 મિમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી, ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.

ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ધોરાજીના તોરણીયા, જમનાવડ, પીપળીયા, મોટીમારડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે જગતનો તાત ખુશ જોવા મળ્યો હતો. 

લોધિકામાં બે જ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ

આજે દિવસ દરમિયાન 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ પોણા 4 ઈંચ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6ના છેલ્લા 2 કલાકના સમયગાળા દરમિયાન જ આટલો વરસાદ ખાબક્યો છે.

અન્ય તાલુકામાં વરસાદના આંકડા

આજે છેલ્લા બે કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી લોધિકા ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં સવા 3 ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા 2 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં પોણા 2 ઈંચ, કચ્છના અબડાસામાં અને મોરબીના માળિયામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.