Ahmedabad Airport પર સતત ચોથા દિવસે દિલ્હી,ગોવા અને અયોધ્યાની ફલાઈટ રદ

સતત ચોથા દિવસે પેસેન્જરોના હાલ બેહાલ ફલાઇટ રદ થતા 200થી વધુ પેસેન્જરોને હાલાકી દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઈટ 11 કલાક મોડી સ્પાઈજેટે કંબોડિયાની સ્કાય અંગોકોર એર લાઇન પાસેથી લિઝ પર લીધેલાં વિમાનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે પૈસાની ચૂકવણી કરી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેના કારણે લીઝરે વિમાન ડીરજિસ્ટર (સિસ્ટમ પરથી હટાવવા) કરી દેતા સ્પાઈ જેટની શુક્રવારની દિલ્હી, ગોવા અને અયોધ્યાની ત્રણ ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવી પડી છે. બપોરે દુબઈની ફલાઈટ ઓપરેટ કરાશે અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ 11 કલાક, ગોવાની 4 કલાક અને દુબઈની 10 કલાક મોડી પડતા અનેક પેસેન્જર ભારે હાલાકીમાં મુકાયા હતા. જ્યારે સવારે 9.20 ની અયોધ્યા અને દુબઈની 11.10 વાગ્યાની ફ્લાઈટ રદ કરાતા અનેક પેસેન્જરો રઝળી પડયા હતા. એરલાઈને જણાવ્યું કે ડોમેસ્ટિક સેક્ટર પર ફ્લાઇટ ક્યારે ઓપરેટ થશે તે નક્કી નથી પરંતુ શુક્રવારે એરલાઇન બીજા એરક્રાફટની વ્યવસ્થા કરી ને બપોરે 4.35ની દુબઈની ફ્લાઈટ ઓપરેટ કરશે. ગઈકાલે અમુક મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવી ગત સાંજે 4.35 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થનારી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટ એન્જિનમાં આંતરિક ખામી સર્જાતા સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ હતી. આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડીરાત્રે 1.05 કલાકે ઉડાન ભરે એવી શક્યતાઓ હતી.અમુક ફલાઈટો તો એવી હતી કે જેને રદ થઈ હતી જેના કારણે મુસાફરોને એરપોર્ટ પર જ રાત વિતાવવાનો વારો આવ્યો હતો. વરસાદના કારણે ફલાઈટ રદ થાય છે ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દિલ્હીમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે અને વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હોવાથી અમદાવાદથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ વિલંબિત થઇ હતી તથા દિલ્હીથી આવતી અને દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ હતી. ખરાબ વાતાવરણને લઈ ફલાઈટને મારવા પડે છે ચક્કર દિલ્હી અને મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને એર ટ્રાફિક કન્ટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ તેના નિશ્ચિત સમયના વિલંબ પછી તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસમાં દિલ્હી-મુંબઈ સહિત ભોપાલ, લખનૌ, પૂણેની ફ્લાઇટ પણ 1 કલાકથી લઇને 3 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી.

Ahmedabad Airport પર સતત ચોથા દિવસે દિલ્હી,ગોવા અને અયોધ્યાની ફલાઈટ રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સતત ચોથા દિવસે પેસેન્જરોના હાલ બેહાલ
  • ફલાઇટ રદ થતા 200થી વધુ પેસેન્જરોને હાલાકી
  • દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઈટ 11 કલાક મોડી

સ્પાઈજેટે કંબોડિયાની સ્કાય અંગોકોર એર લાઇન પાસેથી લિઝ પર લીધેલાં વિમાનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે પૈસાની ચૂકવણી કરી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેના કારણે લીઝરે વિમાન ડીરજિસ્ટર (સિસ્ટમ પરથી હટાવવા) કરી દેતા સ્પાઈ જેટની શુક્રવારની દિલ્હી, ગોવા અને અયોધ્યાની ત્રણ ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવી પડી છે.

બપોરે દુબઈની ફલાઈટ ઓપરેટ કરાશે

અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ 11 કલાક, ગોવાની 4 કલાક અને દુબઈની 10 કલાક મોડી પડતા અનેક પેસેન્જર ભારે હાલાકીમાં મુકાયા હતા. જ્યારે સવારે 9.20 ની અયોધ્યા અને દુબઈની 11.10 વાગ્યાની ફ્લાઈટ રદ કરાતા અનેક પેસેન્જરો રઝળી પડયા હતા. એરલાઈને જણાવ્યું કે ડોમેસ્ટિક સેક્ટર પર ફ્લાઇટ ક્યારે ઓપરેટ થશે તે નક્કી નથી પરંતુ શુક્રવારે એરલાઇન બીજા એરક્રાફટની વ્યવસ્થા કરી ને બપોરે 4.35ની દુબઈની ફ્લાઈટ ઓપરેટ કરશે.

ગઈકાલે અમુક મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવી

ગત સાંજે 4.35 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થનારી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટ એન્જિનમાં આંતરિક ખામી સર્જાતા સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ હતી. આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડીરાત્રે 1.05 કલાકે ઉડાન ભરે એવી શક્યતાઓ હતી.અમુક ફલાઈટો તો એવી હતી કે જેને રદ થઈ હતી જેના કારણે મુસાફરોને એરપોર્ટ પર જ રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

વરસાદના કારણે ફલાઈટ રદ થાય છે

ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દિલ્હીમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે અને વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હોવાથી અમદાવાદથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ વિલંબિત થઇ હતી તથા દિલ્હીથી આવતી અને દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ હતી.

ખરાબ વાતાવરણને લઈ ફલાઈટને મારવા પડે છે ચક્કર

દિલ્હી અને મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને એર ટ્રાફિક કન્ટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ તેના નિશ્ચિત સમયના વિલંબ પછી તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસમાં દિલ્હી-મુંબઈ સહિત ભોપાલ, લખનૌ, પૂણેની ફ્લાઇટ પણ 1 કલાકથી લઇને 3 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી.