ChhotaUdepur નગર રેલવે સ્ટેશનનાં ગેટ પાસે કાદવ-કીચડનું સામ્રાજ્ય

રેલવે સ્ટેશને આવતા મુસાફરોને પડતી ભારે હાલાકીખાડા અને કીચડ પૂરી દેવાય તેવી મુસાફરોએ કરેલી માગ છોટાઉદેપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે કીચડને કારણે મુસાફરોને તકલીફ્ પડી રહી છે. છોટાઉદેપુર રેલવે સ્ટેશનની અંદર જવાના ગેટ પાસે ભારે કિચડને કારણે મુસાફરો રેલવે સ્ટેશનની અંદર જવામાં તકલીફ્ પડી રહી છે. હાલ ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે સમયાંતરે વરસાદના નાના મોટા ઝાપટા પડી રહ્યા છે. તેવા સમયમાં છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે સ્ટેશનની અંદર જવાના બે રસ્તા છે. જેમાં એક બાજુના ગેટ તરફ્ ઘણા સમયથી ભારે કિચડ જોવા મળી રહ્યું છે. જે કિચડના કારણ મુસાફરોને રેલવે સ્ટેશન ની અંદર જવામાં ભારે તકલીફ્ પડી રહી છે પરંતુ ઘણા સમયથી આ કિચડ સાફ્ કરાવવામાં આવતું નથી. જે નવાઈ ભરી વાત છે. જ્યારે મુસાફરોને કીચડમાં ચાલીને અંદર પ્રવેશ કરવો પડે છે. જેનાથી કપડા બગડે અને લપસી પડવાનો ભય રહેલો છે. આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે પડેલા ખાડા અને કીચડ રેતી અને પથ્થર નાખીને પુરાવી દેવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પ્રતાપનગર જંકશનથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશમાં સુધી ચાર વખત રેલવે અવરજવર કરે છે. જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જંકશન ઉપર મુસાફરો આવતા જતા હોય અને ટ્રેનમાં સફર કરવાનો હોય મુસાફરોના સગા પણ રેલવે સ્ટેશન પર વાહનો લઇ અને મૂકવા આવતા હોય છે. સાથે સાથે ખાનગી રીક્ષાવાળા પણ મુસાફરોને મુકવા આવતા હોય છોટાઉદેપુર જંકશનમાં જવાના બે ભાગ છે. જેમાં એક ભાગમાં ભારે કીચડને કારણે પગપાળા આવતા મુસાફરોને અને નાના વાહનોને અંદર પ્રવેશ કરી શકાતો નથી. ભારે કિચડ અને લીલને કારણે પડી જવાનો ભય રહે છેઅને કપડા બગડે તથા ઇજા થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ આ જગ્યાએ માટી અને પથ્થર નાખી આ કિચડનું પુરાણ કરાવવું જોઈએ તેવી મુસાફરોની માંગ ઉઠી છે.

ChhotaUdepur નગર રેલવે સ્ટેશનનાં ગેટ પાસે કાદવ-કીચડનું સામ્રાજ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલવે સ્ટેશને આવતા મુસાફરોને પડતી ભારે હાલાકી
  • ખાડા અને કીચડ પૂરી દેવાય તેવી મુસાફરોએ કરેલી માગ
  • છોટાઉદેપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે કીચડને કારણે મુસાફરોને તકલીફ્ પડી રહી છે.

છોટાઉદેપુર રેલવે સ્ટેશનની અંદર જવાના ગેટ પાસે ભારે કિચડને કારણે મુસાફરો રેલવે સ્ટેશનની અંદર જવામાં તકલીફ્ પડી રહી છે.

હાલ ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે સમયાંતરે વરસાદના નાના મોટા ઝાપટા પડી રહ્યા છે. તેવા સમયમાં છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે સ્ટેશનની અંદર જવાના બે રસ્તા છે. જેમાં એક બાજુના ગેટ તરફ્ ઘણા સમયથી ભારે કિચડ જોવા મળી રહ્યું છે. જે કિચડના કારણ મુસાફરોને રેલવે સ્ટેશન ની અંદર જવામાં ભારે તકલીફ્ પડી રહી છે પરંતુ ઘણા સમયથી આ કિચડ સાફ્ કરાવવામાં આવતું નથી. જે નવાઈ ભરી વાત છે. જ્યારે મુસાફરોને કીચડમાં ચાલીને અંદર પ્રવેશ કરવો પડે છે. જેનાથી કપડા બગડે અને લપસી પડવાનો ભય રહેલો છે. આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે પડેલા ખાડા અને કીચડ રેતી અને પથ્થર નાખીને પુરાવી દેવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પ્રતાપનગર જંકશનથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશમાં સુધી ચાર વખત રેલવે અવરજવર કરે છે. જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જંકશન ઉપર મુસાફરો આવતા જતા હોય અને ટ્રેનમાં સફર કરવાનો હોય મુસાફરોના સગા પણ રેલવે સ્ટેશન પર વાહનો લઇ અને મૂકવા આવતા હોય છે. સાથે સાથે ખાનગી રીક્ષાવાળા પણ મુસાફરોને મુકવા આવતા હોય છોટાઉદેપુર જંકશનમાં જવાના બે ભાગ છે. જેમાં એક ભાગમાં ભારે કીચડને કારણે પગપાળા આવતા મુસાફરોને અને નાના વાહનોને અંદર પ્રવેશ કરી શકાતો નથી. ભારે કિચડ અને લીલને કારણે પડી જવાનો ભય રહે છેઅને કપડા બગડે તથા ઇજા થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ આ જગ્યાએ માટી અને પથ્થર નાખી આ કિચડનું પુરાણ કરાવવું જોઈએ તેવી મુસાફરોની માંગ ઉઠી છે.