ChhotaUdepur: કોલીથી ઉખલવાટને જોડતા કાચા રસ્તે કૉઝ-વે તૂટતાં આફત
છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવથી પ્રજાને રજળપાટ કરવાનો વારોદેશને આઝાદ થયે 78 વર્ષ વીતવા છતાં જિલ્લાના ઘણાં ગામોમાં રસ્તા નથી જે શરમજનક બાબત છોટાઉદેપુરના તાલુકાના કોલીથી ઉખલવાટ ગામને જોડતા કાચા રસ્તા ઉપર તૂટેલું કૉઝવે પ્રજા માટે આફ્ત રૂપ છે. છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા કોલી થી ઉખલવાંટ ગામને જોડતો રસ્તો હાલ પણ કાચો છે. જ્યારે આ બંને ગામોની વસ્તી અંદાજે 5000 જેટલી થાય છે પરંતુ જેવો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગયા છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ કાચા રસ્તા ઉપર બંને ગામ વચ્ચે આવતો કણભી કોતર ઉપર બનેલો કોઝવે તૂટેલો છે. જેનું સમારકામ પણ કરાવવું તે તંત્રના ધ્યાને આવતું નથી. જે નવાઈ ભરી વાત છે. સદર કાચા રસ્તા ઉપર ન જવાને કારણે ગોળ ફરીને આવવું પડે છે. જ્યારે ગ્રામજનો રજળપાટ કરી રહ્યા છે. શુ આ વિકાસ છે? તૂટેલા કોઝવે છેલ્લા ત્રણ વર્ષથી આ રીતના તૂટેલી હાલતમાં છે. જેના પર વરસાદના સમયમાં જીવના જોખમે પસાર કરીને જવું પડે છે .ગામ લોકો જણાવી રહ્યા છે કે, મોટરસાયકલ લઈને અજાણી વ્યક્તિ અંધારામાં આવતી હોય તો તે કોતરમાં પડી જાય છે. જ્યારે ત્રણ વર્ષ જેવા સમયથી આ કોતરની મરામત કરાવવામાં આવતી નથી. જેના કારણે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં હજુ પણ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દેશ આઝાદ થયો 78 વર્ષ જેવો સમય થયો છતાં હજુ સુધી કોલી ગામથી ઉખલવાટ ગામ સુધી રસ્તો બન્યો નથી. અને કીચડવાળા રસ્તે પ્રજાએ તથા વાહનચાલકોએ પસાર થવું પડે છે. અને પંથકની પ્રજાને અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. જે બાબતે પૂર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા થોડા દિવસો પહેલા કલેકટર કચેરીએ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. અને નવા રસ્તા તાત્કાલિક બને તેની માંગ કરવામાં આવી હતી. જે સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત હતા. જ્યારે આ કોલી અને ઉખલવાટ ગામને જોડતા કાચા માર્ગ ઉપર ઘણા સમયથી કોતર ઉપરનો કોઝ-વે તૂટી ગયો છે. જેના સળિયા બહાર આવી ગયા છે. પરંતુ કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવ્યો છે. ચોમાસામાં તણાઈ જવાનો ગ્રામજનોને ભય કોલીથી ઉખલવાંટ ગામને જોડતો માર્ગ કાચો હોય પરંતુ બંને ગામની ગરીબ આદિવાસી પ્રજા આ માર્ગે અવર જવર કરે છે. જેના કારણે ચોમાસા દરમિયાન તણાઈ જવાનો ભય રહેલો છે. તથા નાના વાહન જેમકે મોટરસાયકલ પણ પસાર થઈ શકતી નથી. જેથી ફેરો કરીને સામેના ગામે જવું પડે છે. આ બાબતે પણ ધ્યાન આપવામાં આવે અને વહેલી તકે નવો કોઝ-વે બનાવી આપવામાં આવે તેવી પંથકની પ્રજાની માંગ ઉઠી છે. કણભી કોતર પરનો તૂટેલો કૉઝ-વે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ રિપેર કરાતો નથી છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાન રૂપસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારા કોલીથી ઉખલવાંટ ગામને જોડતા કાચા માર્ગ ઉપર આવેલ કણભી કોતર ઉપર કોઝવે આવેલો છે. જે તૂટેલી હાલતમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી આનું કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી કે, નવો બનાવવામાં પણ આવતો નથી. બે ગામોને જોડતો આ રસ્તો ભારે ઉપયોગી છે. પરંતુ લોકો જતા ડરે છે. જ્યારે બંને ગામોની વસતી અંદાજે 5000 જેટલી છે. જે લોકોને એક ગામેથી બીજા ગામેં જવું હોય તો ગોળ ફરીને આવવું જવુ પડે છે. જેનું અંતર ભારે લાંબું કાપવું પડે છે. જ્યારે આ કાચો રસ્તો ટૂંકા અંતરનો છે. જેથી આ તુટેલો કોઝવે વહેલો બનાવી આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની માંગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવથી પ્રજાને રજળપાટ કરવાનો વારો
- દેશને આઝાદ થયે 78 વર્ષ વીતવા છતાં જિલ્લાના ઘણાં ગામોમાં રસ્તા નથી જે શરમજનક બાબત
- છોટાઉદેપુરના તાલુકાના કોલીથી ઉખલવાટ ગામને જોડતા કાચા રસ્તા ઉપર તૂટેલું કૉઝવે પ્રજા માટે આફ્ત રૂપ છે.
છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા કોલી થી ઉખલવાંટ ગામને જોડતો રસ્તો હાલ પણ કાચો છે. જ્યારે આ બંને ગામોની વસ્તી અંદાજે 5000 જેટલી થાય છે પરંતુ જેવો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગયા છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ કાચા રસ્તા ઉપર બંને ગામ વચ્ચે આવતો કણભી કોતર ઉપર બનેલો કોઝવે તૂટેલો છે.
જેનું સમારકામ પણ કરાવવું તે તંત્રના ધ્યાને આવતું નથી. જે નવાઈ ભરી વાત છે. સદર કાચા રસ્તા ઉપર ન જવાને કારણે ગોળ ફરીને આવવું પડે છે. જ્યારે ગ્રામજનો રજળપાટ કરી રહ્યા છે. શુ આ વિકાસ છે? તૂટેલા કોઝવે છેલ્લા ત્રણ વર્ષથી આ રીતના તૂટેલી હાલતમાં છે. જેના પર વરસાદના સમયમાં જીવના જોખમે પસાર કરીને જવું પડે છે .ગામ લોકો જણાવી રહ્યા છે કે, મોટરસાયકલ લઈને અજાણી વ્યક્તિ અંધારામાં આવતી હોય તો તે કોતરમાં પડી જાય છે. જ્યારે ત્રણ વર્ષ જેવા સમયથી આ કોતરની મરામત કરાવવામાં આવતી નથી. જેના કારણે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં હજુ પણ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દેશ આઝાદ થયો 78 વર્ષ જેવો સમય થયો છતાં હજુ સુધી કોલી ગામથી ઉખલવાટ ગામ સુધી રસ્તો બન્યો નથી. અને કીચડવાળા રસ્તે પ્રજાએ તથા વાહનચાલકોએ પસાર થવું પડે છે. અને પંથકની પ્રજાને અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. જે બાબતે પૂર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા થોડા દિવસો પહેલા કલેકટર કચેરીએ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. અને નવા રસ્તા તાત્કાલિક બને તેની માંગ કરવામાં આવી હતી. જે સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત હતા. જ્યારે આ કોલી અને ઉખલવાટ ગામને જોડતા કાચા માર્ગ ઉપર ઘણા સમયથી કોતર ઉપરનો કોઝ-વે તૂટી ગયો છે. જેના સળિયા બહાર આવી ગયા છે. પરંતુ કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવ્યો છે.
ચોમાસામાં તણાઈ જવાનો ગ્રામજનોને ભય
કોલીથી ઉખલવાંટ ગામને જોડતો માર્ગ કાચો હોય પરંતુ બંને ગામની ગરીબ આદિવાસી પ્રજા આ માર્ગે અવર જવર કરે છે. જેના કારણે ચોમાસા દરમિયાન તણાઈ જવાનો ભય રહેલો છે. તથા નાના વાહન જેમકે મોટરસાયકલ પણ પસાર થઈ શકતી નથી. જેથી ફેરો કરીને સામેના ગામે જવું પડે છે. આ બાબતે પણ ધ્યાન આપવામાં આવે અને વહેલી તકે નવો કોઝ-વે બનાવી આપવામાં આવે તેવી પંથકની પ્રજાની માંગ ઉઠી છે.
કણભી કોતર પરનો તૂટેલો કૉઝ-વે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ રિપેર કરાતો નથી
છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાન રૂપસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારા કોલીથી ઉખલવાંટ ગામને જોડતા કાચા માર્ગ ઉપર આવેલ કણભી કોતર ઉપર કોઝવે આવેલો છે. જે તૂટેલી હાલતમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી આનું કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી કે, નવો બનાવવામાં પણ આવતો નથી. બે ગામોને જોડતો આ રસ્તો ભારે ઉપયોગી છે. પરંતુ લોકો જતા ડરે છે. જ્યારે બંને ગામોની વસતી અંદાજે 5000 જેટલી છે. જે લોકોને એક ગામેથી બીજા ગામેં જવું હોય તો ગોળ ફરીને આવવું જવુ પડે છે. જેનું અંતર ભારે લાંબું કાપવું પડે છે. જ્યારે આ કાચો રસ્તો ટૂંકા અંતરનો છે. જેથી આ તુટેલો કોઝવે વહેલો બનાવી આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની માંગ છે.