Dhanera સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો

ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સોતવાડા, ફતેપુરા, માલોતરામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. બનાસકાંઠાના ધાનેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમાં ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ધાનેરાના સોતવાડા, ફતેપુરા, માલોતરા, રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવજીવન મળી રહ્યો છે. રાજ્યમાં પાણીની ભરપૂર આવકથી 207 પૈકી 111 જળાશયો છલોછલ થયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. તેમજ દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ ભરાઇ ગયા છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. તેમજ 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે. 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર 80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તથા મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

Dhanera સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સોતવાડા, ફતેપુરા, માલોતરામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. બનાસકાંઠાના ધાનેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમાં ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

ધાનેરાના સોતવાડા, ફતેપુરા, માલોતરા, રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવજીવન મળી રહ્યો છે. રાજ્યમાં પાણીની ભરપૂર આવકથી 207 પૈકી 111 જળાશયો છલોછલ થયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. તેમજ દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ ભરાઇ ગયા છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. તેમજ 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.

70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર

80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તથા મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.