વડોદરા શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટની જેમ લારીઓ પર પણ ઘનિષ્ઠ ચેકિંગ અનિવાર્ય

Vadodara Food Safety Checking : વડોદરા શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં લઇ પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાએ ખાસ કરીને લારી-ગલ્લા ખાતે વેચાતા ખાદ્ય પદાર્થનું ઘનિષ્ઠ ચેકિંગ કરવું અનિવાર્ય બન્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાંજના સમયે વિશેષરૂપે લારી-ગલ્લા ખાતે તપાસ હાથ ધરવામાં આવે તે લોકહિતમાં જરૂરી છે.વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં પાણીના સ્ત્રોતમાં નવી આવક થતા વિવિધ વિસ્તારોમાં ગંદા અને કીચડવાળા પાણી વિતરણની સમસ્યા શરૂ થતી હોય છે. ચોમાસામાં લોકો દૂષિત અને ગંદુ પાણી પીવે છે તો તેઓને કોલેરા, ટાઈફોઈડ જેવા રોગો થઈ શકે છે. રજાઓમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો બહારનું ખાવાનું આરોગતા હોય છે. આ વચ્ચે હવે ઘણા છેલ્લા ઘણા સમયથી લારીઓ પર ખાવાનો પણ એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેના કારણે રજાના દિવસોમાં લારીઓ પર ખાવા માટે લોકોની ભીડ જામેલી હોય છે. છેલ્લા ચારેક દિવસમાં પાલિકા દ્વારા વિવિધ 30 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને તેઓના ફૂડ લાઇસન્સ ઉપરાંત હાયજન અને ખાદ્ય પદાર્થમાં કોઈ ભેળસેળ કે રંગ ઉમેરે જ છે કે નહીં? તે મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં સયાજીગંજમાં આવેલ નોનવેજ સહિત બે રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવી હતી. શહેરના તમામ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ પર ખાદ્ય પદાર્થ સાંજના સમયે વેચાતો હોય છે ત્યારે પાલિકાનું તંત્ર લારીઓ પર પણ ધનિષ્ઠ ચેકિંગ કરે અને તેમાં અખાદ્ય કે ભેળસેળયુક્ત ખોરાક મળી આવે તો તાત્કાલિક આવી લારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે તંત્ર લારીઓ પર અસરકારક ચેકિંગ ક્યારે કરશે? તેવા સવાલો નાગરિકોમાં ઉઠી રહ્યા છે.

વડોદરા શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટની જેમ લારીઓ પર પણ ઘનિષ્ઠ ચેકિંગ અનિવાર્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Food Safety Checking : વડોદરા શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં લઇ પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાએ ખાસ કરીને લારી-ગલ્લા ખાતે વેચાતા ખાદ્ય પદાર્થનું ઘનિષ્ઠ ચેકિંગ કરવું અનિવાર્ય બન્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાંજના સમયે વિશેષરૂપે લારી-ગલ્લા ખાતે તપાસ હાથ ધરવામાં આવે તે લોકહિતમાં જરૂરી છે.

વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં પાણીના સ્ત્રોતમાં નવી આવક થતા વિવિધ વિસ્તારોમાં ગંદા અને કીચડવાળા પાણી વિતરણની સમસ્યા શરૂ થતી હોય છે. ચોમાસામાં લોકો દૂષિત અને ગંદુ પાણી પીવે છે તો તેઓને કોલેરા, ટાઈફોઈડ જેવા રોગો થઈ શકે છે. રજાઓમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો બહારનું ખાવાનું આરોગતા હોય છે. આ વચ્ચે હવે ઘણા છેલ્લા ઘણા સમયથી લારીઓ પર ખાવાનો પણ એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેના કારણે રજાના દિવસોમાં લારીઓ પર ખાવા માટે લોકોની ભીડ જામેલી હોય છે. છેલ્લા ચારેક દિવસમાં પાલિકા દ્વારા વિવિધ 30 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને તેઓના ફૂડ લાઇસન્સ ઉપરાંત હાયજન અને ખાદ્ય પદાર્થમાં કોઈ ભેળસેળ કે રંગ ઉમેરે જ છે કે નહીં? તે મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં સયાજીગંજમાં આવેલ નોનવેજ સહિત બે રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવી હતી. શહેરના તમામ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ પર ખાદ્ય પદાર્થ સાંજના સમયે વેચાતો હોય છે ત્યારે પાલિકાનું તંત્ર લારીઓ પર પણ ધનિષ્ઠ ચેકિંગ કરે અને તેમાં અખાદ્ય કે ભેળસેળયુક્ત ખોરાક મળી આવે તો તાત્કાલિક આવી લારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે તંત્ર લારીઓ પર અસરકારક ચેકિંગ ક્યારે કરશે? તેવા સવાલો નાગરિકોમાં ઉઠી રહ્યા છે.