Banasdairy અને Suzuki કંપની વચ્ચે બાયોગેસ પ્લાન્ટને લઈ થયા એમઓયુ,ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસડેરી એ જિલ્લાના પશુપાલકો માટે જીવા દોરી સમાન છે આ જિલ્લાના પશુપાલકો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે આ જિલ્લાના પશુપાલકો દૂધ સાથે સાથે હવે ગોબરમાંથી પણ આવક મેળવતા થશે બનાસકાંઠામાં આવેલ એશિયાની નંબર વન ડેરી બનાસડેરીના સનાદર પ્લાન્ટ ખાતે આજે સુઝુકી કંપનીના ચેરમેન અને વાઇસ ચેરમેન આજે બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના માટે પધાર્યા હતા જ્યાં તેમનું બનાસડેરી દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ગોબરની કરાશે ખરીદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી 30 કિમી દૂર દામાં ખાતે બનાસડેરી સંચાલિત પ્રથમ બાયો સી.એન જી પ્લાન્ટ આવેલ છે.જિલ્લામાં વધુ 5 નવા પ્લાન્ટ માટેના MOUની આજે બેઠક મળી હતી જેમાં 250 કરોડના ખર્ચે નવા પ્લાન્ટ માટેના કામ જિલ્લામાં શરૂ કરવા માં આવ્યા છે પશુપાલકો જોડેથી બાયો સીએનજી પ્લાન્ટ એક રૂપિયા કિલોના ભાવે ગોબરની ખરીદી કરશે. મહિલાઓ ગોબરમાંથી મેળવે છે આવક આ ગોબર થકી બાયો સીએનજી ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર બનશે.જેમાં લિકવીડ અને દાણા દરમાં બનાવી જિલ્લાના ખેડૂતોને ઘરે બેઠા મળી રહે તે માટેની વ્યવસ્થા બનાસડેરી દ્વારા કરવામાં આવશે.આ વિસ્તારની મહિલાઓ દૂધ સાથે સાથે ગોબર વેચી વર્ષે એક લાખનું ગોબર વેચી આવક મેળવે છે.આ પ્રસંગે સુઝુકી કંપનીના ચેરમેન સંબોધન કરતા જણાવ્યું હતું કે બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરી જાપાન આવ્યા હતા અને સુઝુકી કંપનીની મુલાકાત કરી ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. કંપનીના ચેરમેન આવ્યા મુલાકાતે આજે સુઝુકી કંપનીના ચેરમેન અને વાઇસ ચેરમેન બનાસડેરીની મુલાકાતે છીએ અને અમે આ વિસ્તારમાં પશુપાલકો થકી ચાલતી એશિયાની નંબર વન ડેરી ની મુલાકાત કરી છે. આ બનાસડેરી સાથે મળી અમે જિલ્લામાં 5 નવા બાયો સીએનજી પ્લાન્ટ બનાવવા માટે MOU કર્યા છે.જેના થકી આ વિસ્તાર ના પશુપાલકો જોડેથી ગોબર ખરીદી કરી બાયો સીએનજી બનાવશું જેના થકી ગાડીઓ ચાલશે. ખેડૂતો થશે માલામાલ બનાસડેરી અને nddbના સહયોગથી અમે આ બિઝનેસની શરૂઆત કરીશું. આ સાથે હું બનાસડેરી ના ચેરમેન ને ધન્યવાદ આપવા માગું છું.આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા માં નવા બાયો સીએનજી પ્લાન્ટ થી પશુપાલકોના પશુ નું ગોબર ખરીદી કરી પશુપાલકો ને દૂધની આવક સાથે ગોબરમાંથી આવક મેળવી પશુપાલક પગભર થશે તેમજ ઈ-સુઝુકી કંપનીના ચેરમેન સુઝુકીના પિતાશ્રીને પણ ભારત સરકારે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

Banasdairy અને Suzuki કંપની વચ્ચે બાયોગેસ પ્લાન્ટને લઈ થયા એમઓયુ,ખેડૂતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસડેરી એ જિલ્લાના પશુપાલકો માટે જીવા દોરી સમાન છે
  • આ જિલ્લાના પશુપાલકો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે
  • આ જિલ્લાના પશુપાલકો દૂધ સાથે સાથે હવે ગોબરમાંથી પણ આવક મેળવતા થશે

બનાસકાંઠામાં આવેલ એશિયાની નંબર વન ડેરી બનાસડેરીના સનાદર પ્લાન્ટ ખાતે આજે સુઝુકી કંપનીના ચેરમેન અને વાઇસ ચેરમેન આજે બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના માટે પધાર્યા હતા જ્યાં તેમનું બનાસડેરી દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

ગોબરની કરાશે ખરીદી

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી 30 કિમી દૂર દામાં ખાતે બનાસડેરી સંચાલિત પ્રથમ બાયો સી.એન જી પ્લાન્ટ આવેલ છે.જિલ્લામાં વધુ 5 નવા પ્લાન્ટ માટેના MOUની આજે બેઠક મળી હતી જેમાં 250 કરોડના ખર્ચે નવા પ્લાન્ટ માટેના કામ જિલ્લામાં શરૂ કરવા માં આવ્યા છે પશુપાલકો જોડેથી બાયો સીએનજી પ્લાન્ટ એક રૂપિયા કિલોના ભાવે ગોબરની ખરીદી કરશે.


મહિલાઓ ગોબરમાંથી મેળવે છે આવક

આ ગોબર થકી બાયો સીએનજી ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર બનશે.જેમાં લિકવીડ અને દાણા દરમાં બનાવી જિલ્લાના ખેડૂતોને ઘરે બેઠા મળી રહે તે માટેની વ્યવસ્થા બનાસડેરી દ્વારા કરવામાં આવશે.આ વિસ્તારની મહિલાઓ દૂધ સાથે સાથે ગોબર વેચી વર્ષે એક લાખનું ગોબર વેચી આવક મેળવે છે.આ પ્રસંગે સુઝુકી કંપનીના ચેરમેન સંબોધન કરતા જણાવ્યું હતું કે બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરી જાપાન આવ્યા હતા અને સુઝુકી કંપનીની મુલાકાત કરી ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

કંપનીના ચેરમેન આવ્યા મુલાકાતે

આજે સુઝુકી કંપનીના ચેરમેન અને વાઇસ ચેરમેન બનાસડેરીની મુલાકાતે છીએ અને અમે આ વિસ્તારમાં પશુપાલકો થકી ચાલતી એશિયાની નંબર વન ડેરી ની મુલાકાત કરી છે. આ બનાસડેરી સાથે મળી અમે જિલ્લામાં 5 નવા બાયો સીએનજી પ્લાન્ટ બનાવવા માટે MOU કર્યા છે.જેના થકી આ વિસ્તાર ના પશુપાલકો જોડેથી ગોબર ખરીદી કરી બાયો સીએનજી બનાવશું જેના થકી ગાડીઓ ચાલશે.

ખેડૂતો થશે માલામાલ

બનાસડેરી અને nddbના સહયોગથી અમે આ બિઝનેસની શરૂઆત કરીશું. આ સાથે હું બનાસડેરી ના ચેરમેન ને ધન્યવાદ આપવા માગું છું.આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા માં નવા બાયો સીએનજી પ્લાન્ટ થી પશુપાલકોના પશુ નું ગોબર ખરીદી કરી પશુપાલકો ને દૂધની આવક સાથે ગોબરમાંથી આવક મેળવી પશુપાલક પગભર થશે તેમજ ઈ-સુઝુકી કંપનીના ચેરમેન સુઝુકીના પિતાશ્રીને પણ ભારત સરકારે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.