લોહીના રિપોર્ટના આધારે એસપીએ મૃત્યુ માટે સોડાને જવાબદાર ઠેરવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નડિયાદ સિવિલ અને જિલ્લા પોલીસની કામગીરીમાં વિસંગતતા
- વિસેરાના સેમ્પલ લેવાયા છે, મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જણાશે : સીડીએમઓ- નડિયાદ સિવિલ
નડિયાદ : નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યક્તિના એક સાથે રવિવારે રાતે મોત થયા હતા. જે ઘટનામાં મતકોના પરિવારે દેશી દારૂને જવાબદાર ઠેરવ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારે જિલ્લા પોલીસ અધિક્ષકે વિસેરાના રિપોર્ટની રાહ જોયા વગર જ ઉતાવળે મૃતકોના લોહીના સેમ્પલના રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ન હોવાની સ્પષ્ટતા કરી અને સોડાના કારણે મૃત્યુ થયાનું રટણ શરૂ કર્યું છે. જ્યારે મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જણાશે તેવું સિવિલ પ્રશાસનના સીડીએમઓ કહી રહ્યા છે.
What's Your Reaction?






