પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ

Sep 2, 2026 - 06:00
પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ । (સં.ન્યૂ.સ.)

પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.

ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Congress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0