Mahisagar: બાલાસિનોરની નવોદય વિદ્યાલયમાં કબડ્ડી રમતા ધોરણ 9ના 14 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

Nov 25, 2026 - 11:00
Mahisagar: બાલાસિનોરની નવોદય વિદ્યાલયમાં કબડ્ડી રમતા ધોરણ 9ના 14 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહિસાગર જિલ્લાના બાલાસિનોરની નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના 14 વર્ષીય વિદ્યાર્થીનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં શાળા અને વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. ઉત્સવ મહેરા નામનો વિદ્યાર્થી કબડ્ડી રમી રહ્યો હતો તે દરમિયાન તેની અચાનક તબિયત બગડી હતી. પ્રાથમિક વિગતો મુજબ, હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.

રાજ્ય કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યો હતો ઉત્સવ

ઉત્સવ અગાઉ રાજ્ય કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યો હતો અને નેશનલ કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યો હતો. રમતગમતમાં સક્રિય એવા 14 વર્ષના વિદ્યાર્થીનું આ રીતે અચાનક મોત થતાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

ઘટનાની જાણ થતાં બાલાસિનોરના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. 


આ પણ વાંચો :  Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0