Diljit Dosanjh Visit Kutch: કચ્છનું સફેદ રણ જોઈ મંત્રમુગ્ધ થયો દિલજીત, જુઓ વીડિયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્ત સમયે જ્યારે ક્ષિતિજ દૂર-દૂર સુધી ફેલાયેલું દેખાય છે, ત્યારે મીઠાના સફેદ મેદાનો સોનેરી આભાથી ચમકી ઊઠે છે અને દિવસનો પ્રકાશ આથમતા સમગ્ર રણમાં અદભૂત શાંતિ છવાઈ જાય છે. આ નયનરમ્ય દૃશ્યનું સૌંદર્ય દિલજીત દોસાંઝને પણ ખૂબ જ આકર્ષી ગયું છે.
કચ્છના સફેદ રણમાં દિલજીત દોસાંઝની સફર
તાજેતરમાં અમદાવાદમાં કોન્સર્ટ કર્યા બાદ ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા ચાહકોને પોતાના ગુજરાત પ્રવાસની ખાસ ઝલક બતાવી હતી. સફેદ રણના અનોખા વિસ્તારને નિહાળવાથી લઈને મીઠાના પટ પર ઊંટગાડીઓની સફર, સાંજે લોકસંગીતનો આનંદ અને સ્થાનિક કલાકારો સાથે પરંપરાગત નૃત્યમાં જોડાઈને દિલજીતે પોતાના આ વેકેશનને ભરપૂર માણ્યું હતું.

સફેદ રણમાં માણ્યો સૂર્યાસ્ત અને લોકસંગીતનો આનંદ
દિલજીતે રણોત્સવ ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં 'ઇવોક એક્સપિરિયન્સ' (Evoke Experience) દ્વારા તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લક્ઝરી ટેન્ટ સિટી શિયાળુ ઉત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં રણના મેદાનોથી લઈને દરિયાકિનારા સુધી કુદરતી સૌંદર્યમાં નોંધપાત્ર વૈવિધ્ય જોવા મળે છે. સાથે જ સદીઓ જૂની હસ્તકલા પરંપરાઓ, તારાઓ ભરેલા આકાશ નીચે લોકસંગીત અને ચાંદની રાતમાં ચમકતું સફેદ રણ પ્રવાસીઓને અલગ જ અનુભવ કરાવે છે.
કચ્છનું સૌદર્ય જોઈ મંત્રમુગ્ધ થયો દિલજીત શેર કર્યો વીડિયો
દિલજીતની આ મુલાકાત ભલે ચર્ચાનો વિષય બની હોય, પરંતુ પ્રવાસન સ્થળ તરીકે કચ્છ પાસે મુલાકાતીઓને આકર્ષવાના અનેક કારણો છે. જો દિલજીતની આ સફર જોઈને તમને પણ શિયાળામાં કચ્છ ફરવાનું મન થયું હોય, તો અહીં રહેવાની વ્યવસ્થા, જોવાલાયક સ્થળો અને યાદગાર અનુભવોનું આયોજન કરીને તમે સુંદર ટ્રીપ બનાવી શકો છો.

દિલજીતે પણ પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન અહીંની ઉત્સવમય આતિથ્યસત્કારની પરંપરાનો ખાસ અનુભવ કર્યો હતો. દિલજીતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કચ્છ પ્રવાસનો આ વીડિયો શેર કર્યો હતો. જેને ફક્ત 17 કલાકની અંદર 557.8K જેટલા લોકોએ લાઈક કરી અને 3K યુઝર્સે કમેન્ટ કરી પ્રશંસા કરી હતી.જાણો કચ્છના પ્રખ્યાત સ્થળો વિશે
કચ્છ પ્રવાસીઓ માટે અનેક પ્રખ્યાત ઐતિહાસિક અને કુદરતી સ્થળો ધરાવે છે, જેમાં ધોરડોનું સફેદ રણ ચાંદની રાતમાં ચમકતા મીઠાના મેદાનો અને રણોત્સવ માટે વિશ્વભરમાં જાણીતું છે. કચ્છના સૌથી ઊંચા શિખર કાળા ડુંગર પરથી સફેદ રણનો નયનરમ્ય નજારો અને ભગવાન દત્તાત્રેયનું પ્રાચીન મંદિર જોવા મળે છે. દરિયાકાંઠાની સુંદરતા માટે માંડવી બીચ અને તેની નજીક આવેલો રાજવી વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. ઐતિહાસિક વારસામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પ્રખ્યાત છે, જ્યારે ભુજના હૃદયમાં આવેલા આયના મહેલ અને પ્રાગ મહેલ તેમની બેનમૂન સ્થાપત્ય કલા માટે જાણીતા છે.
આ પણ વાંચો : Kutch Famous Place : કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, શિયાળાના પ્રવાસમાં કચ્છના આ લોકપ્રિય સ્થાનની મુલાકાતનો લો આનંદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

