નકલી વ્યઢંળ બનીને દાગીના અને રોકડ પડાવતો ગઠિયાને અંતે ઝડપી લેવાયો

અમદાવાદ,સોમવારઅમદાવાદમાં નારણપુરા સહિત કેટલાંક વિસ્તારોમાં એક વ્યંઢળે વિધી કરવાના બહાને કેટલાંક લોકોને ભોળવીને દાગીના અને રોકડ પડાવ્યા હતા. જે અંગે નારણપુરા પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતીને આધારે રાજકોટ જિલ્લાના પડધરી પાસેના તરઘડી ગામમાં રહેતા એક ગઠીયાને ઝડપી લીધો હતો.  પ્રાથમિક પુછપરછમાં તેણે  સુરત અને નાગપુરમાં ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું. શહેરના નારણપુરામાં આવેલા એક  એપાર્ટમેન્ટમાં ચાર મહિના પહેલા બપોરના સમયે એક સિનિયર સિટીઝન પાસે આવીને વ્યંઢળે વિધી કરવાના નામે સોનાના દાગીના તફડાવ્યા હતા. આ ઉપરાંત, અન્ય લોકો સાથે પ્રયાસ કરાયાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે નારણપુરા પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી હતી. જેમાં છેતરપિંડી કરનાર વ્યક્તિ નકલી વ્યંઢળ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં  તેનું નામ જીતુભાઇ પરમાર (રહે. તરઘડી ગામ,પડધરી, રાજકોટ)  હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેને તેના ઘરેથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે સુરત અને નાગપુરમા પણ નકલી વ્યંઢળ બનીને નાણાં અને દાગીના પડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.  ડ્રાઇવીંગના ધંધામાં આવક ન થતા તેણે નકલી વ્યંઢળ બનીને નાણાં કમાવવાનું શરૂ કર્યું હતું.  આ અંગે નારણપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નકલી વ્યઢંળ બનીને દાગીના અને રોકડ પડાવતો ગઠિયાને અંતે ઝડપી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં નારણપુરા સહિત કેટલાંક વિસ્તારોમાં એક વ્યંઢળે વિધી કરવાના બહાને કેટલાંક લોકોને ભોળવીને દાગીના અને રોકડ પડાવ્યા હતા. જે અંગે નારણપુરા પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતીને આધારે રાજકોટ જિલ્લાના પડધરી પાસેના તરઘડી ગામમાં રહેતા એક ગઠીયાને ઝડપી લીધો હતો.  પ્રાથમિક પુછપરછમાં તેણે  સુરત અને નાગપુરમાં ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું. શહેરના નારણપુરામાં આવેલા એક  એપાર્ટમેન્ટમાં ચાર મહિના પહેલા બપોરના સમયે એક સિનિયર સિટીઝન પાસે આવીને વ્યંઢળે વિધી કરવાના નામે સોનાના દાગીના તફડાવ્યા હતા. આ ઉપરાંત, અન્ય લોકો સાથે પ્રયાસ કરાયાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે નારણપુરા પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી હતી. જેમાં છેતરપિંડી કરનાર વ્યક્તિ નકલી વ્યંઢળ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં  તેનું નામ જીતુભાઇ પરમાર (રહે. તરઘડી ગામ,પડધરી, રાજકોટ)  હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેને તેના ઘરેથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે સુરત અને નાગપુરમા પણ નકલી વ્યંઢળ બનીને નાણાં અને દાગીના પડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.  ડ્રાઇવીંગના ધંધામાં આવક ન થતા તેણે નકલી વ્યંઢળ બનીને નાણાં કમાવવાનું શરૂ કર્યું હતું.  આ અંગે નારણપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.