ઇંધણનો ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં સરેરાશ 15 ટકા ભાવ વધારો થશે

May 18, 2026 - 01:00
ઇંધણનો ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં સરેરાશ 15 ટકા ભાવ વધારો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની અસ્થિરતા વચ્ચે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાએ સુરતના ટેક્સ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં નવી ચિંતા ઊભી કરી છે. ઈંધણના વધેલા ભાવોની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર જોવા મળશે, જેના કારણે બંને ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા મોંઘી બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ યાર્નની હેરફેરથી લઈને ગ્રે કાપડ અને પ્રોસેસ્ડ ફેબ્રિકના પરિવહન સુધી દરેક તબક્કે ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને પ્રોસેસિંગ હાઉસોમાં બોઈલર અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતા ઓવરઓલ પ્રોડક્શન ખર્ચ પર અસર પડશે. હાલ બજારમાં મંદીનો માહોલ હોવાને કારણે મિલ માલિકો માટે વધેલો ખર્ચ ગ્રાહકો પર પાસ-ઓન કરવો મુશ્કેલ બની રહ્યો છે. જેના કારણે વેપારીઓની વર્કિંગ કેપિટલ બ્લોક થવાની ભીતિ વચ્ચે આવનારા દિવસોમાં પ્રોસેસિંગ ચાર્જમાં 10થી 12 ટકા તથા વીવિંગ સેક્ટરમાં ગ્રે કાપડના ભાવમાં પ્રતિ મીટર આશરે 15 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ્, લક્ઝરી અને એક્સપોર્ટ આધારિત ડાયમંડ ઉદ્યોગ પર પણ તેની પરોક્ષ અસર જોવા મળી શકે છે. વૈશ્વિક મંદીના કારણે ઓર્ડરમાં ઘટાડો પહેલેથી જ જોવા મળી રહ્યો છે. તેમાં હવે લોજિસ્ટિક્સ ખર્ચ વધતા એક્સપોર્ટર્સની મુશ્કેલી વધી શકે છે. ઉપરાંત મોંઘા પેટ્રોલના કારણે રોજિંદા અવરજવર ખર્ચમાં વધારો થતાં રત્નકલાકારોનું માસિક બજેટ પણ ખોરવાઈ શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0