અમદાવાદ: IT કંપનીના બે કર્મીએ સિસ્ટમમાં છીંડું શોધી 1.56 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા, 6 વર્ષે ભાંડો ફૂટ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલી આઇટી કંપનીમાં સપોર્ટ હેડ તરીકે નોકરી કરતા બે કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને ઇ-ટેન્ડર અને ઇ-ઓક્શનના ક્લાયન્ટને પરત કરવાના સોફ્ટવેરમાં પોતાના અંગત બેંક એકાઉન્ટ ઉમેરીને 1.56 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલી આઇટી કંપનીએ ટેકનિકલ ઓડિટ કરતા, છેલ્લા 6 વર્ષથી કરવામાં આવતી છેતરપિંડીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ટેકનિકલ ઓડિટમાં ભાંડો ફૂટ્યો
એલિસબ્રિજ ગુજરાત કોલેજ પાસે આવેલા વોલ સ્ટ્રીટ-2 કોમ્પ્લેક્સમાં સ્થિત આઇટી કંપનીમાં ફાઇનાન્સ હેડ તરીકે ફરજ બજાવતા ધ્વની કામાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની વિવિધ ઇ-ઓક્શન અને ઇ-ટેન્ડરિંગની કામગીરી કરે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

