Suratના ઓલપાડના સિવાણ ગામના યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગામે રહેતા એક માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજ પરથી આ યુવકે નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
તાપી નદીના બ્રિજ પાસે યુવકની બાઈક મળી આવી
ઘટનાસ્થળે તપાસ દરમિયાન તાપી નદીના બ્રિજ પાસે યુવકની મોટરસાઇકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાઈકના આધારે યુવકની પ્રાથમિક ઓળખ સિવાણ ગામના રહેવાસી તરીકે થઈ હતી. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.
ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધોખોળ શરૂ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા તાપી નદીના વહેણમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં યુવકની શોધખોળ હજુ પણ યથાવત ચાલુ જ છે.
આ પણ વાંચો : Surat નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો, 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

