Gandhinagar News : યુનિફોર્મમાં વીડિયો કોલ કરી આધારકાર્ડના દુરુપયોગનો બતાવ્યો ડર, RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા લાખો રૂપિયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં સાયબર અપરાધીઓએ ફરી એકવાર 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrest) ના નામે મોટી છેતરપિંડીને અંજામ આપ્યો છે. ગાંધીનગરના 52 વર્ષ (52 Years) ના એક શિક્ષકને સાયબર ગઠિયાઓએ સતત 7 દિવસ (7 Days) સુધી માનસિક દબાણ હેઠળ 'ડિજિટલ એરેસ્ટ' રાખીને તેમની પાસેથી કુલ 24 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આધારકાર્ડના દુરુપયોગનો ડર બતાવી યુનિફોર્મમાં વીડિયો કોલ કર્યો
સાયબર ઠગોએ શિક્ષકનો સંપર્ક કરીને તેમના આધારકાર્ડ (Aadhaar Card) નો દુરુપયોગ થયો હોવાનો ડર બતાવ્યો હતો. શિક્ષકને વિશ્વાસમાં લેવા અને ભયભીત કરવા માટે આરોપીઓએ પોલીસ કે તપાસ એજન્સીના યુનિફોર્મ (Uniform) માં વીડિયો કોલ (Video Call) કરીને કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી હતી. 7 દિવસ સુધી સતત નજર હેઠળ રાખીને ગઠિયાઓએ શિક્ષક પાસેથી RTGS મારફતે રૂપિયા 24 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે શરૂ કરી સઘન તપાસ
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ભોગ બનનાર શિક્ષકે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ (Gandhinagar Range Cyber Crime) પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે વીડિયો કોલ કરનાર શખ્સોના મોબાઈલ નંબર અને જે બેંક ખાતાઓમાં RTGS દ્વારા નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવીને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : NH-51 Expansion : ગુજરાતમાં NH-51 ના વિસ્તરણની તૈયારી, સુરેન્દ્રનગરમાં જમીન સંપાદન માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

