Vadodara News: સયાજીગંજની પ્રેસિડેન્સી હોટલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

Aug 9, 2026 - 19:00
Vadodara News: સયાજીગંજની પ્રેસિડેન્સી હોટલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરના હૃદયસમા સયાજીગંજ વિસ્તારમાં આવેલી કાલાઘોડા નજીકની જાણીતી પ્રેસિડેન્સી હોટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં રોકાયેલા ગ્રાહકો, કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડનો તાત્કાલિક કાફલો સ્થળ પર પહોંચ્યો

આગ લાગંગાની જાણ થતાં જ ઘટના અંગે ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજીને વડોદરા ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક હોસ પાઇપ ગોઠવીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું અને આગને વધુ ફેલાતી અટકાવી હતી.

ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા અને ઝડપી કામગીરી દાખવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. જે સમયે આગ લાગી ત્યારે હોટલ પરિસરમાં લોકો હાજર હતા, પરંતુ ત્વરિત કામગીરીના કારણે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી હોનારત સર્જાઈ નથી.

Vadodara News: Fire Breaks Out at Hotel Presidency in Sayajigunj

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

પ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને હોટલના ફાયર સેફ્ટી સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Vadodara News: રાજમહેલ રોડ પર 3 પોલીસ વાહનો અને ડમ્પર વચ્ચે અકસ્માત, પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0