અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપાસ શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કેટલાક શખસો બેફામ વ્હીકલ હંકારીને જાહેર રસ્તાને બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. 4થી 5 જેટલા મોપેડ અને બાઇક પર આવેલા આ નબીરાઓએ રસ્તા પર બેફામ આડાઅવળા વાહનો હંકારીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. એટલું જ નહીં એક યુવકે ચાલુ બાઇકે સીટ પર આડા પડીને સ્ટંટ કર્યો હતો અને તેનો બીજો સાથીદાર અન્ય ટુ વ્હીલર પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો.
ચાલુ બાઇકે સીટ પર ઊંધા સૂઈને સ્ટંટબાજી
માત્ર સોશિયલ મીડિયા પર ફેમ અને વધુ વ્યુ મેળવવાની લ્હાયમાં આ શખસોએ રાહદારીઓની સુરક્ષા જોખમમાં મૂકી દીધી હતી. સ્ટંટબાજીના આ 4થી 5 જેટલા અલગ-અલગ વીડિયો દિવ્યેશ છાંસઠિયા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરીને રોલો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

