હું NSUI પ્રમુખ ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ કહી પોલીસને ગાળો ભાંડી મારકૂટ

બે પોલીસમેન સામે ગુનો નોંધાયા બાદ વળતી ફરિયાદત્રણ શખસો સામે ફરજમાં રુકાવટ કરી હોવાનો ગુનો નોંધાયો મારકૂટ કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ત્રણ શખશો સામે વળતી ફરિયાદ નોંધાવી       રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે વિદ્યાર્થીને ફ્ડાકા મારવા અંગે બે પોલીસમેન સામે ફરિયાદ નોંધાયાં બાદ ફરજ પરના જવાને પણ મારકૂટ કરી ટોપી પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી મારકૂટ કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ત્રણ શખશો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.     રાજકોટ પોલીસ હેડ ક્વાટરમાં રહેતા અને શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કનુભાઈ ગોદડભાઈ ભમ્મર ઉ.28એ નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગત સાંજે સાડા સાતેક વાગ્યે હું તથા મારી સાથે અભિજીતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ્ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે વાહન ચેકીંગમાં હતો ત્યારે અમદાવાદ તરફ્થી જી જે 08 એસી 6207 નંબરની કાર આવતી હોય તે અટકાવી હતી અને અમે ચેકીંગ કરતા હતા ત્યારે એક શખ્સ નીચે ઉતર્યો હતો અને મારી પાસે આવીશ મારૂ નામ નરેન્દ્ર સોલંકી છે હું એનએસયુઆઈનો પ્રમુખ છું મારી ગાડી કેમ ચેક કરો છો તેમ કહી ઉશકેરાઈને વાત કરી હતી જેથી મેં શાંતિથી વાત કરવાનું કહેતા કારમાં બેઠેલા અન્ય બે લોકો પણ ધસી આવ્યા હતા અને બોલાચાલી ઝઘડો કરી ગાળો ભાંડી હતી તથા ત્રણેયએ મને અને મારી સાથેના અભિજીતસિંહ ઝાલાને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને અમારી કાયદેસરની ફરજમાં રુકાવટ કરી મારકૂટ કરતા કરતા ત્રણેયએ ટોપી પટ્ટા ઉતરાવી દેવા છે તેમ કહી ધમકી આપી હતી આ દરમિયાન કંટ્રોલમાં જાણ કરતા પોલીસ સ્ટાફ્ પણ દોડી આવ્યો હતો અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા સહિતના સ્ટાફે મારકૂટ, ધમકી, ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હું NSUI પ્રમુખ ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ કહી પોલીસને ગાળો ભાંડી મારકૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે પોલીસમેન સામે ગુનો નોંધાયા બાદ વળતી ફરિયાદ
  • ત્રણ શખસો સામે ફરજમાં રુકાવટ કરી હોવાનો ગુનો નોંધાયો
  • મારકૂટ કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ત્રણ શખશો સામે વળતી ફરિયાદ નોંધાવી

      રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે વિદ્યાર્થીને ફ્ડાકા મારવા અંગે બે પોલીસમેન સામે ફરિયાદ નોંધાયાં બાદ ફરજ પરના જવાને પણ મારકૂટ કરી ટોપી પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી મારકૂટ કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ત્રણ શખશો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

    રાજકોટ પોલીસ હેડ ક્વાટરમાં રહેતા અને શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કનુભાઈ ગોદડભાઈ ભમ્મર ઉ.28એ નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગત સાંજે સાડા સાતેક વાગ્યે હું તથા મારી સાથે અભિજીતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ્ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે વાહન ચેકીંગમાં હતો ત્યારે અમદાવાદ તરફ્થી જી જે 08 એસી 6207 નંબરની કાર આવતી હોય તે અટકાવી હતી અને અમે ચેકીંગ કરતા હતા ત્યારે એક શખ્સ નીચે ઉતર્યો હતો અને મારી પાસે આવીશ મારૂ નામ નરેન્દ્ર સોલંકી છે હું એનએસયુઆઈનો પ્રમુખ છું મારી ગાડી કેમ ચેક કરો છો તેમ કહી ઉશકેરાઈને વાત કરી હતી જેથી મેં શાંતિથી વાત કરવાનું કહેતા કારમાં બેઠેલા અન્ય બે લોકો પણ ધસી આવ્યા હતા અને બોલાચાલી ઝઘડો કરી ગાળો ભાંડી હતી તથા ત્રણેયએ મને અને મારી સાથેના અભિજીતસિંહ ઝાલાને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને અમારી કાયદેસરની ફરજમાં રુકાવટ કરી મારકૂટ કરતા કરતા ત્રણેયએ ટોપી પટ્ટા ઉતરાવી દેવા છે તેમ કહી ધમકી આપી હતી આ દરમિયાન કંટ્રોલમાં જાણ કરતા પોલીસ સ્ટાફ્ પણ દોડી આવ્યો હતો અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા સહિતના સ્ટાફે મારકૂટ, ધમકી, ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.